ઓમ બિરલાની પુત્રી અંજલિએ દિલ્હી હાઇકોર્ટમાં માનહાનિ મુદ્દે અરજી કરી

  • અંજલિ બિરલાએ એક્સ,ગૂગલ અને અજાણ્યા લોકોને પાર્ટી બનાવી છે અને તે પોસ્ટને હટાવવાની માંગ કરી

ભારતીય રેલ્વે કર્મચારી સેવા અધિકારી અને લોક્સભાના સ્પીકર ઓમ બિરલાની પુત્રી અંજલિ બિરલાએ દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કર્યો છે, જેમાં તેણીએ યુપીએસસીની પરીક્ષા તેના પિતાના પ્રભાવને કારણે પ્રથમ વખત પાસ કરી હોવાનો આક્ષેપ કરતી સોશિયલ મીડિયા પોસ્ટને દૂર કરવાની માંગ કરી છે.

તાજેતરમાં, અંજલિ બિરલા વિશેની કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેના પિતાની સ્થિતિ અને પ્રભાવને કારણે તેણે પ્રથમ પ્રયાસમાં જ યુનિયન પબ્લિક સવસ કમિશનની પરીક્ષા પાસ કરી હતી. અંજલિ બિરલાએ આરોપ લગાવ્યો છે કે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવા બદનક્ષીભર્યા અને ખોટા છે.

ઓમ બિરલાની પુત્રી અંજલિ બિરલા વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે તે તેના પિતાના શક્તિશાળી પદને કારણે આઇએએસ ઓફિસર બની હતી. ઓમ બિરલા લોક્સભાના સ્પીકર તરીકે ચૂંટાયા અને નીટ યુજી પેપર લીક વિવાદ શરૂ થયા પછી તરત જ આ બાબત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ગઈ હતી. ઘણી સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અંજલિ બિરલા વ્યવસાયે એક મોડેલ છે અને તેણે તેના પિતાના શાસનમાં પ્રથમ પ્રયાસમાં યુપીએસસી પરીક્ષા પાસ કરી હતી . જો કે, અંજલિ બિરલાએ આ દાવાઓને ફગાવી દીધા છે અને કહ્યું છે કે આ સોશિયલ મીડિયા હેન્ડલ્સ એક ષડયંત્રના ભાગરૂપે તેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અંજલિ બિરલાએ એક્સ (ટ્વિટર), ગૂગલ અને અજાણ્યા લોકોને પાર્ટી બનાવી છે અને તે પોસ્ટને હટાવવાની માંગ કરી છે. તેમણે ૧૬ ખાતાઓની વિગતો આપી છે જેની સામે રાહત માંગવામાં આવી છે. આમાં યુટયુબર ધ્રુવ રાઠીનું પેરોડી એકાઉન્ટ પણ સામેલ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કરવામાં આવેલા દાવાથી વિપરીત, અંજલિ બિરલા આઇએએસ નથી પરંતુ આઇઆરપીએસ ઓફિસર છે. તેણીએ ૨૦૧૯ માં યુપીએસસી પરીક્ષા આપી હતી અને એપ્રિલ ૨૦૨૧ માં કમિશનમાં જોડાઈ હતી.

મુકદ્દમામાં વધુમાં જણાવ્યું હતું કે ખોટી અને અપમાનજનક માહિતી ઇરાદાપૂર્વક ફેલાવવામાં આવી રહી છે જે તેમની પ્રતિષ્ઠાને નુક્સાન પહોંચાડી શકે છે. અંજલિના એક પ્રતિનિધિએ તાજેતરમાં કેટલાક ટ્વિટર એકાઉન્ટ ધારકો અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ મહાનિરીક્ષક, સાયબર સેલ, મહારાષ્ટ્રમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૬૧, ૭૮, ૩૧૮, ૩૫૧, ૩૫૨, અને ૩૫૬ અને ૨૦૦૮ માં સુધારેલા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, ૨૦૦૦ ની કલમ ૬૬ હેઠળ સજાપાત્ર અપરાધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ફરિયાદના આધારે ૫ જુલાઈ, ૨૦૨૪ના રોજ એફઆઈઆર નોંધવામાં આવી હતી. એફઆઈઆરમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ, ૨૦૨૩ની કલમ ૭૮, ૭૯, ૩૧૮(૨), ૩૫૨, ૩૫૬(૨), ૩૫૩(૨), અને ૩(૫)ની કલમ ૬૬(ઝ્ર) સાથે આરોપોનો સમાવેશ થાય છે. સાયબર સેલ, મહારાષ્ટ્ર દ્વારા એક્સ કોર્પ અને અન્ય સામે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, ૨૦૦૦.