- જમીનથી જમીન પર માર કરનારી આ મિસાઇલ પોતાના લક્ષ્યાંકને આપમેળે ગાઇડ કરી શકશે
ભારતે ન્યુકિલઅર મિસાઇલ ‘શૌર્ય’ના નવા વર્જનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે. આ શૌર્ય મિસાઇલ ઓછા વજન વાળી હોવાથી ઝડપથી અને સરળતાથી ઓપરેટ કરી શકાય છે. તેમજ ૮૦૦ કિલોમીટર સુધીના નિશાનને માર કરવા સક્ષમ છે.શૌર્ય મિસાઇલ સરફેસ ટુ સરફેસ એટલે કે જમીનથી જમીનમાં માર કરવાવાળી મિસાઇલ છે. તે પોતાની સાથે ન્યુકિલયર પોલાડનું વહન કરી શકવા સક્ષમ છે. ગ્રીન સાથેના તણાવની વચ્ચે ભારતે તાજેતરમાં ઘણી મિસાઇલો અને ડિફેન્સ સીસ્ટમનું પરિક્ષણ કરી પોતાની અદમ્ય તાકાતનું ઉદાહરણ પુરુ પાડયું છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાંક અઠવાડીયાઓમાં ભારતે સરક્ષણ ક્ષેત્રે ઘણા મહત્વના નિર્ણયો લીધા છે ત્યારે હવે, પિનાક રોકેટ, લોન્ચર્સ અને અન્ય જરુરી ઉપકરણોનું મોટાપાયે ઉત્પાદન કરવાની તૈયારી દાખવી છે ન્યુકિલઅર મિસાઇલ શોર્યના નવા વર્ઝનના સફળ પરીક્ષણથી ભારત અમેરિકા અને રશિયાની સમાન આવીને ઉભુ રહ્યું છે.
શૌર્ય મિસાઇલની વિશેષતાઓ
- આ પનડુબ્બીમાંથી લોન્ચ થનારી બેલેસ્ટિક મિસાઇલનું જમીની રુપ છે
- બે સ્ટેજ ધરાવનારી આ મિસાઇલ ૪૦ કિલોમીટરની ઉંચાઇ સુધી અવાજની ગતિથી છ ગણી વધુ ઝડપથી આગળ વધી શકે છે.
- આ મિસાઇલ સોલિડ ફયુલથી ચાલનારી પરંતુ તે કુગે મિસાઇલની જેમ પોતાને લક્ષ્યાંક સુધી આપમેળે ગાઇડ કરી શકે છે.
- આ મિસાઇલની ઝડપ વધુ હોવાથી તેને રડારમાં ડિટેકટ કરવી કે ટ્રેક કરવી મુશ્કેલ છે.
- આ મિસાઇલને કમ્પોઝીટ કેનિસ્ટરમાં સ્ટોર પણ કશી શકાય છે. કે જેથી કરીને સરળતાથી ખસેડી શકાય.