ન્યાયમૂતની નિયુક્તિ અંગે કોલેજીયમની બેઠકોની માહિતી જાહેર કરી શકાય નહીં : સુપ્રિમ

નવીદિલ્હી,

સરકાર અને સુપ્રિમ કોર્ટ વચ્ચે સર્જાયેલા કોલેજીયમ વિવાદમાં આજે એક નવો વળાંક લીધો છે અને હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટમાં ન્યાયમૂતઓની નિયુક્તિ અંગે કોલેજીયમની બેઠકના એજન્ડા, નિર્ણયો અને તેના નિરીક્ષણફોની નકલો માગતી એક અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી છે.

સુપ્રિમ કોર્ટ સમક્ષ ૨૦૧૮માં કોલેજીયમની બેઠક અંગે વિવરણ માગતી એક અરજી કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતની રજીસ્ટ્રી સમક્ષ આ અરજી થઇ હતી તેને આજે સુપ્રિમ કોર્ટે ફગાવી દેતા કહ્યું કે કોલેજીયમની બેઠકની ચર્ચા જનતાની સામે લાવી શકાય નહીં ફક્ત કોલેજીયમના અંતિમ નિર્ણય વેબસાઈટમાં અપલોડ કરવામાં આવે છે અને તે જાહેર જનતા પણ જાણી શકે છે. પરંતુ કોલેજીયમની બેઠકોમાં જે ચર્ચા થાય છે તે માહિતીના અધિકાર હેઠળ આપી શકાય છે. આરટીઆઈ કાર્યર્ક્તા અંજલી ભારદ્વાજે દિલ્હી હાઈકોર્ટના એક આદેશને પડકારતી રિટ અરજી દાખલ કરી હતી જેમાં ૨૦૧૮માં કોલેજીયમની બેઠકમાં હાઈકોર્ટમાં બે ન્યાયમૂતઓની નિયુક્તિ અંગેની ભલામણો અને ચર્ચાને સાર્વજનિક કરવા માગણી કરવામાં આવી હતી પરંતુ ન્યાયમૂત એમ.આર. શાહની નેતૃત્વવાળી ખંડપીઠે તે નકારી કાઢી છે.