નૂંહ હિંસાનો સનસનાટીભર્યો ઓડિયો: તોફાનીએ કહ્યું- સિંગર મંદિરમાં ૧૦૦-૨૦૦ લોકો છે, ૧૦-૨૦ને તો ટપકાવવા જોઈએ,આવા ૪૦ જેટલા વોઈસ રેકોર્ડિંગ મળ્યા

હરિયાણાના નૂંહમાં 31 જુલાઈએ થયેલી હિંસા સાથે જોડાયેલો એક સનસનાટીભર્યો ઓડિયો સામે આવ્યો છે. આ ઓડિયોમાં એક વ્યક્તિ ચોક્કસ સમુદાયના લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરતા સાંભળવા મળે છે. તે કહે છે કે સિંગાર શિવ મંદિરમાં 100-200 લોકો છે, ઓછામાં ઓછા 10-20 લોકોને તો ટપકાવવા જોઈએ. આ ઓડિયોમાં બે પ્રકારના અવાજો સંભળાઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નૂંહ પોલીસને આ ઓડિયો મળ્યો છે. આમાં જેનો અવાજ છે તે વ્યક્તિ અને જે વોટ્સએપ ગ્રુપમાં આ ઓડિયો શેર કરવામાં આવ્યો હતો તેની ઓળખ કરવામાં આવી છે. આ અંગે નૂંહ પોલીસના પીઆરઓ કૃષ્ણ કુમારે કહ્યું કે પોલીસ રમખાણોની તપાસમાં આ ઓડિયોને પણ સામેલ કરી રહી છે. જોકે આ ઓડિયો રેકોર્ડિંગ યોગ્ય છે કે નહીં? ભાસ્કર આ વાતની પુષ્ટિ કરતું નથી.

બીજી તરફ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આવા 40 જેટલા વોઈસ રેકોર્ડીંગ પોલીસના હાથમાં આવ્યા છે, જેણે હિંસા ભડકાવવામાં ભૂમિકા ભજવી હતી. પોલીસ આ તમામની તપાસ કરી રહી છે. આ રેકોર્ડીંગ કોનું છે અથવા તે જે જૂથોમાં શામેલ છે, તેની તપાસ કરવામાં આવી રહી છે.

અરે ભાઈ, શું મેવાત ડરપોક લોકોનું છે? 100-200 હતા, 10-20 પણ ટપક્યા નહીં? જેમ ગાડીઓ સળગાવી, તેમ ઓછામાં ઓછા 10-20 તો ટપકાવવા તા. જેટલા છો, તે બધા તરત જ સિંગરના મંદિરે ભેગા થાવ, ઠીક છે. વિનંતી છે. આજે મોકો છે… જુઓ, હાથ લહેરાવશો તો આટલી ભીડ તો આવશે અને 10-20 લોકોને મારશે. આજે તમારી જાતને રજૂ કરવાની તક છે. જેટલા પણ ગ્રુપ છે, 10-20, 50…150, 1000 ગ્રુપ છે, તેમાં જવા દો. સાઉદી અરેબિયા સુધી જવા દો.

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે 31મી જુલાઈના રોજ નૂંહમાં બ્રજમંડલ યાત્રા કાઢી હતી. નૂંહના નળેશ્વર મંદિરથી શરૂ થયેલી આ યાત્રા ફિરોઝપુર ઝિરકા થઈને સિંગર ગામના શિવ મંદિરે પૂરી થવાની હતી. સિંગર ગામનું શિવ મંદિર નૂંહથી 45KM દૂર છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આશંકાનો ઇનકાર કરી શકાય નહીં કે આ ઓડિયો પછી જ સિંગર શિવ મંદિરમાં હિંસા શરૂ થઈ અને ત્યાં પથ્થરમારો થયો. પોલીસનું પણ માનવું છે કે જો અચાનક હિંસા થઈ હોત તો તે નૂંહ પુરતી જ સીમિત રહી હોત, પરંતુ આ ઓડિયો પછી નૂંહના રમખાણો પાછળ પૂર્વ આયોજિત ષડયંત્રનો ઈન્કાર કરી શકાય તેમ નથી.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે નૂંહમાં હિંસા બાદ શરૂ થયેલા બુલડોઝર ઓપરેશન પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટનો આદેશ આવતાની સાથે જ ડેપ્યુટી કમિશનર ધીરેન્દ્ર ખડગતાએ અધિકારીઓને કાર્યવાહી કરવાની તુરંત મનાઈ કરી દીધી હતી. સરકારની ડિમોલિશન ઝુંબેશને હાઈકોર્ટે સુઓ-મોટો લીધો હતો. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જસ્ટિસ ગુરમીત સિંહ સંધાવાલિયાએ સ્ટે ઓર્ડર આપ્યો હતો.