હવે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ડબલ બેન્ચ ખદુર સાહિબના સાંસદ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના સહયોગીઓ દ્વારા એનએસએ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરશે. અત્યાર સુધી આ અરજીઓની સુનાવણી હાઈકોર્ટની સિંગલ બેંચમાં થઈ રહી હતી.
અમૃતપાલના સહયોગી પાપલપ્રીત સિંહ, ભગવંત સિંહ ઉર્ફે પ્રધાન બાજેકે, ગુરમીત સિંહ બુકનવાલા, કુલવંત સિંહ રાયકે, ગુરિંદર ઔજલા અને બસંત સિંહે ગયા વર્ષે તેમના પર લાદવામાં આવેલા દ્ગજીછને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હવે આ તમામ પર એનએસએ નવેસરથી લાદવામાં આવી છે. જેના પર સિંગલ બેંચમાં સુનાવણી ચાલી રહી હતી.
શુક્રવારે આ તમામ કેસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગુ અને જસ્ટિસ વિકાસ સૂરીની ખંડપીઠમાં સુનાવણી માટે આવ્યા હતા, જો કે આજે હાઈકોર્ટમાં વકીલો દ્વારા કામકાજ અટકાવી દેવાતા આ તમામ અરજીઓ પર સુનાવણી થઈ શકી ન હતી . હવે ચીફ જસ્ટિસની બેંચ આ અરજીઓ પર ૨૮ ઓગસ્ટે સુનાવણી કરશે. બીજી તરફ અમૃતપાલ સિંહે પણ તેમના પર લાદવામાં આવેલા દ્ગજીછને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી છે.