ગુરુવારે ફેરવ્યુમાં ઔદ્યોગિક બિલ્ડિંગમાંથી 3.5 મિલિયન યુરોના કિંમતનો 174 કિલોગ્રામ ડ્રગ્સ (ગાંજો) જપ્ત કરવામાં આવ્યો હતો. આ અઠવાડિયે ડબલિન ત્રણ વિસ્તારોમાં તપાસ કર્યા બાદ ગાર્ડા સિઓચનાએ વિશાળ માત્રામાં કેનાબીસ ડ્રગ્સ પણ ઝડપી પાડ્યું હતું. સાથે જ એક વ્યક્તિની ધરપકડ કરી તેણે વધુ પૂછતાછ માટે લઈ જવામાં આવ્યો હતો.
આયર્લેન્ડના ડબલિન (Dublin) ના નોર્થ વિસ્તારમાં વાહન અને પરિસરની શોધખોળ દરમિયાન મોટા માત્રામઆ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આયર્લેન્ડની રાષ્ટ્રીય પોલીસ અને સુરક્ષા સેવા ગાર્ડા સિઓચના (Garda Siochana) દ્વારા સર્ચ કરવામઆ આવતા ડ્રગ્સ ઝડપાયું હતું. ગાર્ડા સિઓચના અધિકારીઓએ આ જાતહહતો કબજે કર્યો હતો.
નોર્થ ડબલિનમાં ગાર્ડા સિઓચના દ્વારા અનેક વાહનો અને સંદિગ્ધ જગ્યાઓ પર મકાનો અને બિલ્ડિંગોમાં તાપસ કરવામાં આવ્યા બાદ મોટા પ્રમાણમાં 3.9 મિલિયન યુરોનું ડ્રગ્સ પકડાયું હતું. એક 42 વર્ષીય વ્યક્તિની ગાર્ડા સિઓચના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને સાત દિવસની કસ્ટડીમાં મોકળવાં આવ્યો હતો, જય તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી.
આયર્લેન્ડની ગાર્ડા સિઓચનાના અધિકારીઓએ બુધવાર, ઓક્ટોબર 11 ના રોજ ડ્રમકોન્દ્રા શહેરમાં એક સંદિગ્ધ વાહનની શોધ કરી હતી અને ડબલિન ક્રાઇમ રિસ્પોન્સ ટીમે 420,000 યુરોની અંદાજિત કિંમત સાથે 21 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. જે બાદ 42 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને ક્રિમિનલ જસ્ટિસ (ડ્રગ ટ્રાફિકિંગ) એક્ટ, 1996ની કલમ 2 હેઠળ ડબલિનના ગાર્ડા સ્ટેશન પર તે વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી.
તપાસના ભાગરૂપે, ગાર્ડા સિઓચનાએ ગુરુવારે સંદિગ્ધ વિસ્તારના એક બિલ્ડિંગમાં વધારાનું તપાસ હાથ ધરી હતી. ગાર્ડા નેશનલ ડોગ યુનિટ દ્વારા સમર્થિત, રાહેની અને ક્લોન્ટાર્ફ સ્ટેશનોના ડ્રગ્સ અને ડિટેક્ટીવ યુનિટ સાથે જોડાયેલા ડીએમઆર નોર્થના અધિકારીઓએ 3.5 મિલિયન યુરોની અંદાજિત કિંમત સાથે વધુ 174 કિલોગ્રામ ગાંજો શોધી કાઢ્યો હતો.
ગાર્ડા સિઓચનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “તપાસ દરમિયાન ગાર્ડા સિઓચનાએ ક્રિમિનલ જસ્ટિસ (ડ્રગ ટ્રાફિકિંગ) એક્ટ, 1996ની કલમ 2 હેઠળ બુધવારે ધરપકડ કરાયેલ 42 વર્ષીય વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. તેને સાત દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. જપ્ત કરાયેલી તમામ દવાઓ હવે ફોરેન્સિક સાયન્સ આયર્લેન્ડ (FSI)ને વિશ્લેષણ માટે મોકલવામાં આવશે. તપાસ ચાલુ છે અને વધુ અપડેટ્સ મળશે તે અનુસાર વધુ પૂછપરછ કરવાં આવશે અને શહેરમાં તપાસ ચાલુ રહેશે.”