
ભરૂચ : ભરૂચના કેલોદ નજીક હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. આમોદના સુડી ગામના એકજ ફળિયામાં રહેતા યુવાનોને અકસ્માત નડ્યો હતો. આ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ચારેય યુવકો ભરૂચમાં નોકરી પરથી પરત ફરતા હતા. ત્યારે કારમાં સવાર લોકોને કેલોદ પાસે કાળ ભરખી ગયો.
ભરૂચના કેલોદ નજીક હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનોનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ ના સુડી ગામના એકજ ફળિયાના ચાર યુવાનોના મોતને પગલે ગામમાં માતમ છવાયો છે.
મૃતક યુવકોના નામ
1)મુસ્તકીમ મહ્યુદ્દીન દીવાન
2)સાકીર યુસુફ પટેલ
3) ઓસામા રહેમાન પટેલ
4) મહંમદ મકસુદ પટેલ
ભરૂચના કેલોદ ગામ નજીક આવેલ મંદિર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આમોદ ના સુડી ગામના કોળી ફળિયામાં રહેતા યુવાનો નિત્ય ક્રમ મુજબ ભરૂચ નોકરી પર ગયા હતા. ભરૂચના રવિ રત્ન મોટર્સમાં અને શોરૂમ માં કામ કરતા ચારેય યુવાનો ઘરે જવા અલ્ટો કાર લઈ નીકળ્યા હતા. ત્યાંજ કેલોદ ગામની ભૂખી પાસે સામેથી આવતા હાઈવા ટ્રક જી.જે.૧૬ એ.ડબ્લ્યુ 0093 અને અલ્ટો કાર નંબર જી.જે. 16 ડી.સી. 7408 વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે અલ્ટો કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ પ્રાણ પંખીડું ઉડી ગયુ હતું. જ્યારે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
અકસ્માતની જાણ સુડી આખા ગામમાં કોલાહલ મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એક જ ફળિયાના ચાર આશાસ્પદ યુવાનો અને તમામ તેમના માતા પિતાના એક જ સંતાન હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે ચારેય પરિવારો પર આભ ફાટી પડયું હતું. બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસે સ્થળ ઉપર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.