નોઈડામાં પોલીસ દ્વારા ખેડૂતોને રોક્યા, દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા હતા; સરહદ પર લાંબો જામ

નવીદિલ્હી, વળતર સંબંધિત માગણીઓને લઈને નોઈડા ઓથોરિટીના ગેટ પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ ગુરુવારે દિલ્હી તરફ કૂચ કરી હતી. આ જોતાં ટ્રાફિક પોલીસે સેક્ટર-૬ ઉદ્યોગ માર્ગ પર વાહનોની અવરજવર પર આંશિક પ્રતિબંધ મૂક્યો હતો. ખેડૂતોના વિરોધ માર્ચને જોતા દિલ્હી-નોઈડા, ચિલ્લા બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તે જ સમયે, ઘણા ખેડૂત નેતાઓને તેમના નિવાસસ્થાન પર જ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. પોલીસ તેને રોકવાનો પ્રયાસ કરી રહી છે.

યુપીના ખેડૂતોએ તેમની વિવિધ માંગણીઓને લઈને દિલ્હી-નોઈડા ચિલ્લા બોર્ડરથી સંસદ તરફ કૂચ કરી હતી. ખેડૂતોએ નોઈડાથી દિલ્હીનો માર્ગ બ્લોક કરી દીધો છે. મહામાયા લાયઓવર નીચે હજારો ખેડૂતો એકઠા થયા હતા. હજારો ખેડૂતો દિલ્હી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોને અટકાવ્યા છે. પ્રદર્શનમાં સામેલ થવા માટે ભારતીય ક્સિાન યુનિયનના રાષ્ટ્રીય અયક્ષ રાકેશ ટિકૈત પણ પહોંચ્યા છે.

દરમિયાન, નોઈડા અને ગ્રેનોમાં આજથી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. દિલ્હી-નોઈડા બોર્ડર પર ટ્રાફિક જામ સર્જાયો છે. નોઈડા અને દિલ્હીના ઘણા માર્ગો પર ટ્રાફિકને અસર થઈ રહી છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ડીઆઈજી શિવહરી મીણાએ કહ્યું, ’કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે અને તમામ સરહદો ૨૪ કલાક માટે સીલ કરી દેવામાં આવી છે. તમામ સરહદો પર ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા વધારી દેવામાં આવી છે. અમે ખેડૂતો સાથે વાત કરી રહ્યા છીએ, તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે નોઈડામાં ઉદ્યોગ માર્ગ સિવાય રજનીગંધાથી સેક્ટર-૧૫ મેટ્રો સ્ટેશન, ચિલ્લાથી સેક્ટર-૧૫ મેટ્રો સ્ટેશન, ન્યૂ અશોક નગર, ઉદ્યોગ માર્ગ સહિત અન્ય માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન થોડા સમય માટે અમલમાં રહેશે.

ડીસીપી ટ્રાફિક અનિલ કુમાર યાદવના જણાવ્યા અનુસાર, ખેડૂતોની દિલ્હી કૂચને યાનમાં રાખીને, ગોલચક્કર ચોક સેક્ટર-૧૫થી સેક્ટર-૬ પોલીસ ચોકી, સંદીપ પેપર મિલ ચોકથી હરોલા ચોક સુધીના માર્ગ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત ગોલચક્કર ચોક સેક્ટર-૧૫, રજનીગંધા ચોક, સેક્ટર-૬ પોલીસચોકી ચોક, ઝુંડપુરા ચોક, સેક્ટર ૮,૧૦,૧૧,૧૨ ચોક, હરોલા ચોકથી ટ્રાફિકને જરૂરિયાત મુજબ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. વાહનચાલકો ટ્રાફિકની અસુવિધા ટાળવા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકશે.

ગૌતમ બુદ્ધ નગરમાં ખેડૂતોના ચાર ધરણા ચાલી રહ્યા છે. જય જવાન જય ક્સિાન સંગઠન અંસલ બિલ્ડર વિરુદ્ધ હડતાળ પર છે, જ્યારે ઓલ ઈન્ડિયા ક્સિાન સભા ગ્રેટર નોઈડા ઓથોરિટીની બહાર તેની હડતાળ ચાલુ રાખી રહી છે. એનટીપીસી હેડક્વાર્ટર સેક્ટર-૨૪ નોઈડા અને સેક્ટર-૬માં ભારતીય ક્સિાન પરિષદના નેતૃત્વમાં ધરણા ચાલી રહ્યા છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે દિલ્હી કૂચમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વૃદ્ધો પણ ભાગ લેશે.