
નોઈડા,
ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર આજે રવિવારે વહેલી સવારે બે બસો વચ્ચે ભીષણ અકસ્માત થતાં ત્રણ મુસાફરોના મોત થયા છે જ્યારે ૧૩ મુસાફરો ઘાયલ થયા છે, જેમાં બેની હાલત ગંભીર છે. માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
પોલીસે જણાવ્યું કે નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર નોલેજ પાર્ક પાસે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે બે બસો સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં લગભગ ૧૩ મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ પછી, માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે જણાવ્યું કે એક બસ મધ્ય પ્રદેશના શિવપુરીથી દિલ્હી જઈ રહી હતી અને બીજી બસ પ્રતાપગઢથી આનંદ વિહાર જઈ રહી હતી. આ ઘટનામાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત થયા છે. ઘાયલોમાંથી ત્રણને યથાર્થ હોસ્પિટલ ગ્રેટર નોઈડામાં અને ૧૦ને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રાફિક સુચારૂ રીતે ચાલે છે. જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.