- હુમલાખોરો મોટરબાઈક પર આવ્યા હતા અને અચાનક બંદૂક લઈને માગમજી મસ્જિદમાં ઘૂસી ગયા હતા.
કટસિના,
નાઈજીરિયાની એક મસ્જિદમાં નમાજ અદા કરી રહેલા લોકો પર કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો છે. બંદૂકધારી હુમલાખોરો અચાનક મસ્જિદની અંદર ઘૂસી ગયા અને ત્યાં હાજર લોકો પર આડેઘડ ગોળીબાર કર્યો. આ ફાયરિંગમાં મસ્જિદના ઈમામ સહિત કુલ ૧૨ લોકોના મોત નિપજ્યા છે. બંદૂકધારીઓએ શનિવારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. નાઈજીરિયામાં આવી સશ ટોળકીને, લોકો ડાકુ તરીકે ઓળખે છે. ડાકુ ટોળકી એવા વિસ્તારોમાં લોકો પર હુમલો કરે છે જ્યાં સુરક્ષા કડક અને ચુસ્ત હોય છે. આ ડાકુ ટોળકી માત્ર ગોળીબાર કે હુમલા કરવા પુરતી સીમિત નથી. તેઓ ખંડણી વસુલવા માટે લોકોનું અપહરણ પણ કરે છે.
સશ ટોળકીની માંગ છે કે ગ્રામવાસીઓ સંરક્ષણ ફી ચૂકવે જેથી કરીને તેઓને તેમના પાકની ખેતી અને કાપણી કરવાની મંજૂરી આપી શકાય. આતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોઇટર્સના અહેવાલ મુજબ, નાઈજીરિયાના રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીના ગૃહ રાજ્ય કટસિનામાં ફાંતુઆના રહેવાસી લવાલ હરુનાએ જણાવ્યું હતું કે હુમલાખોરો મોટરબાઈક પર આવ્યા હતા અને અચાનક મગમજી મસ્જિદમાં પ્રવેશ્યા હતા, જ્યાં લોકો નમાજ અદા કરી રહ્યા હતા તેમના ઉપર આડેઘડ ગોળીબાર કરીને મોલવી સહીતના ૧૨ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ડાકુ ટોળકી દ્વારા કરાયેલ આડેઘડ ગોળીબારમાં કેટલાક લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે કેટલાક લોકો જીવ બચાવવા માટે મસ્જિદમાંથી નાસી છૂટ્યા હતા.
કટસિનામાં ફાંતુઆના રહેવાસી લવાલ હરુનાએ જણાવ્યું કે લોકો રાત્રે નમાજ માટે મસ્જિદમાં આવ્યા હતા. દરમિયાન હુમલાખોરોએ મગમજી પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ૧૨ લોકોના મોત થયા છે અને એક ઈમામે પણ જીવ ગુમાવ્યો છે. ફાંતુઆના અન્ય રહેવાસી અબ્દુલ્લાહી મોહમ્મદે જણાવ્યું કે ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોરોએ કેટલાક લોકોને ભેગા કર્યા અને તેમની સાથે ઝાડીઓમાં લઈ ગયા છે. અબ્દુલ્લાહીએ કહ્યું, “અમે પ્રાર્થના કરીએ છીએ કે ડાકુઓ દ્વારા અપહરણ કરાયેલા નિર્દોષ લોકોને કોઈ પણ હાની વિના બિનશરતી મુક્ત કરવામાં આવે.”