
દાહોદ,
દાહોદ જિલ્લાના બે સૈનિક કનુભાઈ અને ધાનપુર તાલુકાના નિનામાં લક્ષ્મણભાઇ નિસ્થાપૂર્વક દેશની સેવામાં કાર્યકત રહ્યા હતા.
જે આર્મી વીભાગમાંથી ફરજ પૂર્ણ કરીને નિવૃત થઈ પોતાના વતન દાહોદ આવતા તેમને ફરજ નિષ્ઠાને બિરદાવવા દાહોદ જિલ્લા માજી સૈનિક સંગઠનના હોદેદારો તેમજ ટ્રેનિંગ કરતા યુવક યુવતીઓ .પરિવાર જનો અને ટ્રાયબલ સેના સામાજિક એકતા સંગઠન દ્વારા નિવૃત સૈનિકોનું ભવ્ય સ્વાગત કરી ફુલમાળા પહેરાવી ને સ્વાગત કરવામાં આવ્યું અને .દાહોદ ના રેલ્વે સ્ટેશન થી શહેરના માર્ગો પર dj સાથે રાધે ગાર્ડન સુધી વરઘોડો કાઢવામાં આવ્યું હતું જેમાં મોટી સઁખ્યામાં માજી સૈનિક સંગઠનના હોદ્દેદારો પરિવાર જનો તેમજ ટ્રેનિંગ કરતા યુવક યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.