પટણા,
બિહાર વિધાનમંડળમાં બજેટ સત્ર પહેલા રાજદના બળવાખોર ધારાસભ્ય સુધાકર સિંહે મુખ્યમંત્રી નીતીશકુમાર પર એકવાર ફરી નિશાન સાંયું છે.રામગઢના ધારાસભ્ય સુધાકરને મુખ્યમંત્રીની વિરૂધ પ્રહારો કરવાના કારણે કેટલાક મહીના પહેલા મંત્રી પદેથી રાજીનામુ આપવું પડયુ હતું તે રાજદના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહના પુત્ર છે.
સુધાકરે વિધાનસભા પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે બિહાર ૨૦૦૫માં નીતીશકુમારના સત્તામાં આવ્યા બાદથી પાછળ ચાલી રહ્યું છે જેટલી જલ્દી વિધાનસભાના સભ્ય તેમને બદલવાનો નિર્ણય લેશે તેટલું જલ્દી રાજયનો વિકાસ શરૂ થઇ જશે.
સુધાકરે એક દાયકા પહેલા ભાજપની સાથે પોતાના રાજનીતિક સફરની શરૂઆત કરી હતી.તેમણે વડાપ્રધાન બનવાની નીતીશની કહેવાતી મહત્વાકાંક્ષાની ચર્ચા પર કટાક્ષ કરતા કહ્યું કે નીતીશકુમાર નરેન્દ્ર મોદીનો વિકલ્પ હોઇ શકે નહીં કારણ કે તે ખુદ વડાપ્રધાનની સાથે અનેક ગુણ સંયુકત કરે છે. આથી હું તેમને મોડી ફાઇડ કહું છે.સુધાકરે કહ્યું કે નીતીશકુમારે વડાપ્રધાન બનાવવાની જગ્યાએ દેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું સારૂ રહે.એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે મારો મત હંમેશા (નાયબ મુખ્યમંત્રી) તેજસ્વી યાદવ માટે હશે જો કે હું એ નક્કી કરવાનું પાર્ટીના સભ્યો પર છોડુ છું કે નીતીશકુમારના ઉત્તરાધિકારી કોણ હશે.
એ પુછવા પર કે તેમના શબ્દોથી મુખ્યમંત્રીની જનતાદળ યુનાઇટેડ (જદયુ)થી પ્રતિક્રિયા આવી શકે છે સુધાકરે કહ્યું કે જદયુ સત્તા માટે અવસરવાદીઓથી ભરેલી છે.મુખ્યમંત્રીની વિરૂધ સતત નિવેદનબાજીને લઇ રાજદે ગત મહીને સુધાકરને કારણ બતાવો નોટીસ જારી કરી હતી જો કે તેમની વિરૂધ અત્યાર સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.