નીતિશ કુમારને મોટો ફટકો, અલી અશરફ ફાતમીએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

પટણા, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લોક્સભા ચૂંટણી ૨૦૨૪ પહેલા મોટો આંચકો લાગ્યો છે. જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ મોહમ્મદ. અલી અશરફ ફાતમીએ નીતિશ કુમારને છોડવાની જાહેરાત કરી છે. તેમણે મંગળવારે (૧૯ માર્ચ) પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.

જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ અલી અશરફ ફાતમી પણ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. તેમણે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. સમાચાર છે કે અલી અશરફ ફાતમી આવતીકાલે (૨૦ માર્ચ) આરજેડીમાં જોડાઈ શકે છે. અગાઉ પણ તેઓ આરજેડીની ટિકિટ પર દરભંગા સીટથી સાંસદ રહી ચૂક્યા છે. મિથિલાંચલની દરભંગા કે મધુબની લોક્સભા સીટ જોઈએ છે.

રાજીનામાના પત્રમાં અલી અશરફ ફાતમીએ લખ્યું છે કે, નૈતિક મૂલ્યોની રક્ષા માટે હું જનતા દળ યુનાઈટેડના તમામ પદો સહિત પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું. કૃપા કરીને તેનો સ્વીકાર કરો. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય અયક્ષને પત્ર લખ્યો છે. તમને જણાવી દઈએ કે પાર્ટીના રાષ્ટ્રીય અયક્ષ પદની જવાબદારી નીતિશ કુમાર પાસે છે. થોડા દિવસો પહેલા લાલન સિંહે આ પદ છોડી દીધું હતું અને સીએમ નીતિશ કુમાર રાષ્ટ્રીય અયક્ષ બન્યા હતા.