- આગામી ચુંટણીમાં ગઠબંધનનો પરાજય તો હારનો ટોપલો તેજસ્વી યાદવ પર નાખી શકાય.
- આ વખતે ૨૦૨૫ની ચુંટણીમાં એન્ટી ઈન્કોનબૅસીની અસર પણ થશે.
પટણા,
બિહારના મુખ્યમંત્રી અને રાજનીતિના માહિર ખેલાડી નીતીશકુમારક હંમેશા તક જોઇ ચોક્કો મારવા માટે જાણીતા છે.આજ કારણ છે કે તે બિહારમાં કયારેય ભાજપની સાથે તો કયારેય રાજદની સાથે ગઠબંધન કરી લે છે પરંતુ ખુદ મુખ્યમંત્રીની ખુરશી પર સતત બની રહે છે.આથી નીતીશકુમારની રણનીતિ જ સમજો કે તે અનેકવાર જદયુથી વધુ બેઠકો લાવનાર રાજદ અને ભાજપના સમર્થન લેવા છતાં મુખ્યમંત્રીની ખુરશી પર પોતે બેસી જાય છે કયારેય પણ તેમણે ગઠબંધનના સાથીને મુખ્યમંત્રી બનવાની તક આપી નથી આ વર્ષ ૨૦૨૫ માટે રાજદ નેતા અને લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરી નીતીશે ફરી એક મોટો દાવ ખેલ્યો છે તેમણે આ દાવ જાણી જોઇને ખેલ્યો છે.
વર્ષ ૨૦૨૦માં બિહારમાં થયેલ વિધાનસભા ચુંટણીમાં ભાજપે ૭૪ અને રાજદને ૭૫ બેઠકો મળી હતી જયારે નીતીશકુમારની પાર્ટી જદયુને ફકત ૪૩ બેઠકો જ મળી હતી ૨૪૩ વિધાનસભા બેઠકોવાળા રાજયમાં બહુમતિ માટે ૧૨૨ બેઠકોની જરૂરત હોય છે નીતીશકુમારે પહેલા ભાજપ અને અન્યના સહયોગથી સરકાર બનાવી ત્યારબાદમાં તેઓ તેજસ્વીની સાથે ચાલ્યા ગયા.આ પહેલા થયેલ ચુંટણીમાં પણ તેમણે તેજસ્વીની સાથે સરકાર બનાવી હતી પરંતુ મુખ્યમંત્રીની ખુરશી નીતીશે ગઠબંધનના સાથીને કયારેય આપી નહીં આ વખતે પણ રાજદ મોટો પક્ષ હોવા છતાં તેજસ્વીને ફકત નાયબ મુખ્યમંત્રી બનાવ્યા તેજસ્વીને કદાચ આશા રહી હશે કે નીતીશકુમાર ૨૦૨૫ પહેલા પહેલા તેમને પણ મુખ્યમંત્રીની ખુરશી પર બેસવાની તક આપશે પરંતુ નીતીશે એવો ખેલ ખેલ્યો કે તેજસ્વી પણ બોલ્ડ થઇ ગયા અને તેમના ભંવરમાં ફસાઇ ગયા.
નીતીશ જો હકીકતમાં તેજસ્વીને મુખ્યમંત્રી બનાવવા ઇચ્છતા હોય તો તે ૨૦૨૩ અથવા ૨૪માં જ તેમને તક આપી શકતા હતાં પરંતુ નીતીશને ખબર છે કે ૨૦૨૫ની ચુંટણીમાં પરિણામ કંઇ પણ થઇ શકે છે.તેજસ્વી તો મુખ્યમંત્રી ત્યારે બનશે જયારે જદયુ અને રાજદના ગઠબંધન સત્તામાં આવશે આ વખતે ૨૦૨૫ની ચુંટણીમાં એન્ટી ઈન્કોનબૅસીની અસર પણ થશે.આવામાં જો ગઠબંધન હારી જાય તો તેનો દોષ પણ નીતીશકુમાર પર આવશે નહીં ૨૦૨૫ની વિધાનસભા ચુંટણીમાં હાર થઇ તો સીધી તેના માટે તેજસ્વી જ જવાબદાર ઠેરવાશે આ વખતે ભાજપ બિહારમાં એકલા હાથે ચુંટણી લડશે આવામાં તે તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે આવામાં ભાજપનો સામનો કરવો ગઠબંધન માટે સરળ રહેશે નહીં જયારે નીતીશકુમાર હવે રાષ્ટ્રીય રાજનીતિમાં આવવા ઇચ્છે છે તેમને ખબર છે કે જો ૨૦૨૪માં જો ભાજપને પૂર્ણ બહુમતિ ન મળે તો ગઠબંધન સરકારમાં તે વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર હશે જો આમ ન થયું તો તેમને વિરોધ પક્ષના સંયોજકની ભૂમિકા તો મળી જ શકે છે કારણ કે સોનિયા ગાંધી પણ હાલ અસ્વસ્થ રહે છે આવામાં તે રાષ્ટ્રીય રાજનીતિમાં બની રહેશે.
નીતીશકુમારે તેજસ્વીને આગળ કરી દીધા આમ કરીને તેમણે તેજસ્વીને ભલે જ ખુશ કરી દીધા હોય પરંતુ નીતીશનું આ પાસુ એવું છે કે જે ઇચ્છા ન હોવા છતાં તેજસ્વીને સ્વીકાર કરવું પડી રહ્યું છે જો નીતીશ અત્યારે જાહેરાત ન કરતા તો તેમને ખબર છે કે ગઠબંધનના નેતા અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી તેમના પર ૨૦૨૩ અથવા ૨૪માં જ મુખ્યમંત્રી બનાવવાનું દબાણ બનાવી શકતા હતાં આથી તેમણે ખેલ કરી દીધો.