નીતીશ કુમારે એક પછી એક કરીને ત્રણ વખત દગો કર્યો : પ્રશાંત કિશોર

નવીદિલ્હી,

બિહારના રાજકારણમાં પ્રશાંત કિશોરની સક્રિયતા વધતી જઈ રહી છે. તે સતત મુખ્યમંત્રી નીતીશ કુમાર સામે નિશાન તાકી રહ્યા છે. આ મામલે ગોપાલગંજમાં જન સુરાજ પદયાત્રા દરમિયાન પીકેએ એક મોટો ખુલાસો કર્યો હતો. નીતીશ સામે પ્રહાર કરતા તેમણે કહ્યું કે નીતીશ કુમારે તો ૩-૩ વખત લોકોને ઠગી લીધા. સૌથી પહેલા ૨૦૧૫માં છોડીને ભાગ્યા. પછી ૨૦૧૯માં અમે એમપીવાળી જદયુને ૧૭ સીટો અપાવી, ભાજપને લડ્યા વિના જ ૩૦થી ઘટાડી ૧૭ પર લાવી દીધો.

પ્રશાંત કિશોરે કહ્યું કે તે સમયે હું પાર્ટીમાં બીજા ક્રમે હતો. પાર્ટીમાં નક્કી થયું તું કે લોક્સભા બાદ અમે ભાજપનો સાથ છોડી દઇશું પણ જ્યારે મોદી જીતીને આવી ગયા તો નીતીશ કુમાર મને જ સમજાવવા લાગ્યા કે એવું લાગે છે કે હાલમાં પણ મોદી લહેર છે એટલે થોડાક રોકાઈ જઇએ ભાજપમાં. આ બીજો દગો હતો. ત્રીજો દગો સીએએ-એનઆરસી અંગે આપ્યો. પાર્ટીમાં નક્કી થયું કે અમે તેનો વિરોધ કરીશું અને સંસદમાં જઈને મોદીના પક્ષમાં એટલે કે સીએએ-એનઆરસીના પક્ષમાં જઈને વોટિંગ કરી દીધું. ચાલો પ્રજાને જ પૂછીએ કે હવે તમે જ જણાવો કે નીતીશ કુમાર કેટલા વિશ્ર્વાસને લાયક છે?

માર્ચ ૨૦૨૨માં જ નીતીશ કુમારે મને કહ્યું હતું કે મહાગઠબંધનમાં જોડાઈ જાઓ. તેઓ માની રહ્યા હતા કે જો તે ભાજપ સાથે રહેશે તો ૨૦૨૪માં લોધસભા ચૂંટણી જીત્યા બાદ સૌથી પહેલા ભાજપ તેમને હટાવી એમ કહેશે કે હવે તેમના મુખ્યમંત્રી રહેશે. એટલા માટે નીતીશ નાઠ્યા અને ૨૦૨૫ સુધી મુખ્યમંત્રીની સીટ પર સુરક્ષિત રહેવા માટે મહાગઠબંધનમાં સામેલ થઈ ગયા.