નીતીશ કુમાર 9મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા.

નીતીશ કુમારે રવિવારે સાંજે 5 વાગ્યે 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે તેમને શપથ લેવડાવ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી અને વિપક્ષના નેતા વિજય સિંહાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

નીતીશની સાથે કુલ 8 મંત્રીઓએ શપથ લીધા.

નાયબ મુખ્યમંત્રી

1. સમ્રાટ ચૌધરી (ભાજપ) 2. વિજય સિંહા (ભાજપ)

મંત્રી

3. ડૉ. પ્રેમ કુમાર (ભાજપ)

4, વિજેન્દ્ર પ્રસાદ (JDU)

5. શ્રવણ કુમાર (JDU)

6. વિજય કુમાર ચૌધરી (JDU)

7. સંતોષ કુમાર સુમન (હમ)

8. સુમિત સિંહ (અપક્ષ)