દિવસે ને દિવસે રખડતા ઢોરનો આતંક વધતો જાય છે. આ રખડતા ઢોરના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે આજ રોજ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને ગાયે હડફેટે લીધા છે. નીતિન પટેલને ઢીંચણના ભાગે ઇજા પહોંચી છે.
મળતી માહિતી મુજબ આ ઘટના મહેસાણા જીલ્લાની કડીમાં નીકળેલી તિરંગા યાત્રાની છે. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીને રખડતા ગાયે અડફેટે લીધા છે.કરણપુર શાક માર્કેટ પાસે નિતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લેતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં નીતિન પટેલને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.