મુંબઇ,\ મહારાષ્ટ્રના યવતમાલમાં એક ભાષણ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. આને કારણે અફરાતફરી મચી હતી અને હાજર લોકો તેમને બચાવવા દોડ્યાં હતા. સ્ટેજ પર હાજર લોકોએ તેને તરત જ ઝડપી લીધાં હતા અને તરત તેમને હોસ્પિટલ લઈ ગયાં હતા. તેઓ યવતમાલમાં ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી. હાલમાં નીતિન ગડકરીની તબિયત સારી હોવાનું જણાવાઈ રહ્યું છે. તેમની સારવાર ચાલી રહી છે.
નીતિન ગડકરીનું મંચ પર ચક્કર ખાઈને ઢળી પડવું પહેલી વાર નથી. આ પહેલા બે વાર તેઓ આવી રીતે ચક્કર ખાઈને ઢળી પડ્યાં હતા. હકીક્તમાં તેમને સુગરની બીમારી છે અને તેથી અવારનવાર તેમને ચક્કર આવતાં હોય છે યવતમાલમાં પણ આવું જ બન્યું હતું.
કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી નાગપુર લોક્સભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. નાગપુર બેઠક પર પ્રથમ તબક્કામાં મતદાન કરવામાં આવ્યું છે. અહીં ગડકરી કોંગ્રેસના વિકાસ ઠાકરે સામે છે. નીતિન ગડકરી અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.
આ પહેલીવાર નથી કે જ્યારે ગડકરીની તબિયત અચાનક બગડી હોય. ૨૦૧૮માં મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓ સ્ટેજ પર બેભાન બનીને ઢળી પડ્યાં હતા.
તેમની સાથે મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પણ હાજર હતા. રાજ્યપાલ જ તેમને સ્ટેજ પર લઈ ગયા હતા. ત્યારે એવું જણાવાયું હતું કે સુગર ઓછું હોવાથી ગડકરીને ચક્કર આવે છે તરત તેમને પાણી પીવડાવાયું અને પેંડા ખવડાવવામાં આવ્યા હતા. આ પહેલા એક રેલી દરમિયાન તેમની તબિયત બગડવાના સમાચાર આવ્યા હતા. વજન ઘટાડવા માટે નીતિન ગડકરીએ ઓપરેશન કરાવ્યું છે.