મુંબઇ,
દિગ્દર્શક નીતિન દેસાઈના આકસ્મિક નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. ઘણા કલાકારો અને દિગ્દર્શકો આ આત્મહત્યા કેસને લઈને પોત-પોતાના અભિપ્રાય જણાવી રહ્યા છે. હવે આ નીતિન દેસાઈ આત્મહત્યા કેસમાં નવી માહિતી સામ આવી છે.
આ કેસની તપાસ કરી રહેલી ખાલાપુર પોલીસે ૫ લોકો સામે ગુનો નોંયો છે. પોલીસે જણાવ્યું કે નીતિન દેસાઈની પત્ની નેહા દેસાઈની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે.
સૂત્રો મુજબ નીતિન દેસાઈની પત્ની નેહાએ પોલીસને જણાવ્યું હતું કે નીતિન દેસાઈએ ઇસીએલ ફાયનાન્સ કંપની અને એડલવાઈસ ગ્રુપના અધિકારીઓ દ્વારા દેવાની વસૂલાત અંગે માનસિક દબાણને કારણે આત્મહત્યા કરી છે. નેહાની ફરિયાદના આધારે પોલીસે ઈસીએલ ફાયનાન્સ કંપની અને એડલવાઈસના અધિકારીઓ સહિત ૫ લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૦૬ અને ૩૪ હેઠળ કેસ નોંયો છે. ખાલાપુર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે ૨ ઓગસ્ટના રોજ સવારે ૪:૩૦ વાગે અચાનક સમાચાર આવ્યા કે ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ તેમના જ સ્ટુડિયો એનડી ફિલ્મ સ્ટુડિયોમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. નીતિનની આત્મહત્યાના સમાચારથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો. આત્મહત્યા બાદ પોલીસને નીતિનના ફિલ્મ સ્ટુડિયોમાંથી રેકોડગ સુસાઇડ નોટ એટલે કે કેટલીક ક્લિપ પણ મળી છે, જેની પોલીસ તપાસ કરી રહી છે. રેકોડગમાં, દેસાઈએ તેમનો એનડી સ્ટુડિયો તેમની પાસેથી છીનવી ન લેવાનો પણ ઉલ્લેખ કર્યો છે તેમ અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે.
નીતિન દેસાઈએ ૨ ઓગસ્ટના રોજ આત્મહત્યા કરી હતી, ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટ થયું હતું કે આર્ટ ડિરેક્ટરે ગળે ફાંસો ખાધો છે. આ પછી, તેમના અંતિમ સંસ્કાર માટે તેમના બાળકોની રાહ જોવામાં આવી હતી અને બાળકોના આગમન પછી ૪ ઓગસ્ટના રોજ તેમના ફિલ્મ સ્ટુડિયોમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં આમિર ખાન, આશુતોષ ગોવિરકર અને તમામ સેલેબ્સ સામેલ થયા હતા.