મુંબઇ, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જુલાઇમાં વનડે, ટેસ્ટ અને ટી ૨૦ સીરિઝ રમાવવા જઈ રહી છે. જણાવી દઈએ કે આ ટુર માટે ભારતીય વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. અંહિયા નોંધનીય છે કે આ વખતે ટીમમાં ઘણા નવા નામ સામેલ કરવામાં આવ્યા છે. જેમકે વિકેટકીપર સંજુ સેમસનને ફરી એકવાર વનડે ટીમમાં તક મળી છે તો ટેસ્ટ ટીમમાં પણ ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.
ટેસ્ટ ટીમમાંથી ચેતેશ્ર્વર પૂજારાને બહાર કરવામાં આવ્યો છે તો અજિંક્ય રહાણેને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સાથે જ સૂર્યકુમાર યાદવને પણ ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ટીમમાં ચેતેશ્ર્વર પૂજારાને સ્થાન આપવામાં આવ્યું નથી. ત્યારપછી હવે ઘણા પૂર્વ ખેલાડીઓના નિવેદન તેના પક્ષમાં આવી રહ્યા છે. એવામાં હવે હરભજન સિંહે એવ વાતચિત દરમિયાન આ વિશે નિવેદન આપતા કહ્યું હતું કે ’આશા છે કે પુજારાને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં નથી આવ્યો પરંતુ તેને આરામ આપવામાં આવ્યો હશે.’
ચેતેશ્ર્વર પૂજારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ખરાબ પ્રદર્શન બાદ હવે ટેસ્ટ ટીમમાંથી આઉટ થયા બાદ હરભજન સિંહે કહ્યું કે, ’મને આશા છે કે તેને બહાર કરવાને બદલે આરામ આપવામાં આવ્યો છે. તમારા માટે ૧૦૦ થી વધુ ટેસ્ટ મેચ રમનાર ખેલાડી તમારી પાસેથી સન્માનની અપેક્ષા રાખે છે. મને આશા છે કે પસંદગીકારોએ તેની સાથે આ વિશે વાત કરી હશે.’ વધુમાં એમને કહ્યું કે, ’ચેતેશ્ર્વર પૂજારા સિવાય ભારતીય ટીમના અન્ય કેટલાક સિનિયર ખેલાડીઓનું પ્રદર્શન છેલ્લા ૨ વર્ષમાં કંઈ ખાસ જોવા મળ્યું નથી. આવી સ્થિતિમાં, શું પસંદગીકારો પૂજારા જેવા ખેલાડીઓને લઈને આવો નિર્ણય લેતા જોવા મળશે. આવા નિર્ણયો તમામ ખેલાડીઓ માટે સમાન હોવા જોઈએ, પછી ભલે તે ગમે તેટલો મોટો ખેલાડી હોય.’
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ રોહિત શર્માની કપ્તાની હેઠળ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર રમાનારી ટેસ્ટ સીરિઝ માટે ૧૬ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જેમાં ૨ નવા નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે યશસ્વી જયસ્વાલ અને ૠતુરાજ ગાયકવાડનું છે. ટીમ ઈન્ડિયાએ ૧૨ જુલાઈથી વિન્ડીઝની ટીમ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમવાની છે.