નવીદિલ્હી,
ફોર્બ્સે ૧૦૦ સૌથી વધુ તાકાતવર મહિલાઓનું લિસ્ટ બહાર પાડ્યુ છે. જેમાં દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, બાયોકોનના કાર્યકારી ચેયરપર્સન કિરણ મજૂમદાર-શો અને દ્ગઆટ્ઠટ્ઠની સંસ્થાપક ફાલ્ગુની નાયરને જગ્યા મળી છે. આ વાર્ષિક લિસ્ટમાં કુલ ૬ ભારતીય મહિલાઓને સ્થાન મળ્યું છે. સીતારમણ આ વખતે ૩૬માં સ્થાન પર રહી છે અને તેમને સતત ચોથી વખત આ લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી છે. આ પહેલા ૨૦૨૧માં તે ૩૭માં સ્થાન પર રહ્યા હતા. ૨૦૨૦માં તે ૪૧માં અને ૨૦૧૯માં ૩૪માં સ્થાન પર હતા.
ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટ મુજબ આ વર્ષે મજૂમદાર-શો ૭૨માં સ્થાન પર છે. જ્યારે નાયર ૮૯માં સ્થાન પર છે. લિસ્ટમાં સામેલ બીજા ભારતીયોમા એચસીએલ ટેકની ચેયરપર્સન રોશની નાદર મલ્હોત્રા ૫૩માં સ્થાન પર છે. સેબીના ચેયરપર્સન માધવી પુરી બુચ ૫૪માં અને સ્ટી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેયરપર્સન સોમા મંડલ ૬૭માં સ્થાન પર સામેલ છે.
આ લિસ્ટમાં ૩૯ સીઈઓ અને ૧૦ રાષ્ટ્રયક્ષ સામેલ છે. તે સિવાય તેમાં ૧૧ અરબપતિ સામેલ છે. જેમની કુલ સંપતિ ૧૧૫ અરબ ડોલર છે. ફોર્બ્સ વેબસાઈટ મુજબ ૪૧ વર્ષના મલ્હોત્રા એચસીએલ ટેકના તમામ રણનીતિક નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ પ્રકારે બૂચ સેબીની પ્રથમ મહિલા અધ્યક્ષ છે.
થોડા દિવસ પહેલા જ ફોર્બ્સ રીઅલ ટાઈમ બિલિયોનેરમાં મુકેશ અંબાણી છઠ્ઠા સ્થાનેથી સીધા ૯માં સ્થાને પહોંચ્યા હતા. ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી ૩ ક્રમ સુધી નીચે ઉતાર્યા છે. અંબાણીની નેટવર્થ ૫૦.૬૪ હજાર કરોડ ઘટી છે. બજારમાં કંપનીના શેરમાં ભારે વેચવાને કારણે મુકેશ અંબાણી વિશ્ર્વની સૌથી ધનિકોમાં ક્રમ ઉપરથી નીચે આવી ગયા છે. મુકેશ અંબાણી ફોર્બ્સ રીઅલ ટાઈમ બિલિયોનેરમાં છઠ્ઠા સ્થાનેથી નવમા સ્થાને આવી ગયા છે.
ટેસ્લા ઇક્ધ અને સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્ક વિશ્ર્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. એક અહેવાલ મુજબ ટેસ્લા ઇક્ધ. ના વડા અને અબજોપતિ ઉદ્યોગસાહસિક, મસ્ક એલોન એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને પાછળ છોડી પૃથ્વીના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. રિપોર્ટ અનુસાર ટેસ્લાના શેરમાં મસ્કની કુલ સંપત્તિ વધીને ૧૮૮.૫ અબજ ડોલર (રૂ. ૧,૩૮,૪૨,૭૮,૯૬,૭૫,૦૦૦) થઈ ગઈ છે, જે બેઝોસ કરતા ૧.૫ અબજ ડોલર વધારે છે.