ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મધ્યમવર્ગીય પરિવારનો યુવાન પુત્ર યોગેશ પરિવારના ભરણપોષણ માટે થોડાં વર્ષ પહેલાં નોઇડા આવે છે અને એક બેકરીમાં કામ કરેછે. ત્યાં સાથે કામ કરનારી મહિલાઓ સાથે તેની લડાઈ થઈ જાય છે. બેકરીના માલિક દ્વારા યોગેશ અને એ મહિલાઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે અને વાત ત્યાં પૂરી થાય છે, પરંતુ થોડા દિવસ બાદ આ મહિલાઓ યોગેશ વિરુદ્ઘ દુષ્કર્મની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવે છે અને પોલીસ ૧૫ મેની રાત્રે તેને ઉઠાવી લે છે, કોઈ ફરિયાદ નોંયા વિના! થાણામાં યોગેશનો ભાઈ જીતેન્દ્ર કરગરે છે તેના ભાઈને મળવા માટે, પરંતુ પોલીસ તેનું એક નથી માનતી. ભાઈ પોલીસને કોઇક રીતે મનાવીને યોગેશને મળે છે, જે આઘાતમાં હોય છે. ૧૫ મેની બપોરે તેની જીવનલીલા સમાપ્ત થઈ જાય છે. તેના પરિવારને કહેવામાં આવે છે કે તેણે ગળાફાંસો ખાઈ લીધો. બીજા દિવસે આખા પોલીસ સ્ટેશનને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને પેલી મહિલાઓની દુષ્કર્મનો ખોટો કેસ લખાવવાના આરોપમાં ધરપકડ કરી લેવામાં આવે છે. પ્રશ્ર્ન એ થાય છે કે જો ફરિયાદ ખોટી હતી તો યોગેશની ધરપકડ કેમ કરી?
ગત ૨૯ મેના રોજ રાજસ્થાનના ઝુંઝુનૂમાં એક થાણામાં દુષ્કર્મના આરોપમાં કેદ ગૌરવ શર્માનું મોત થઈ જાય છે. ગૌરવ એક મહિલા સાથે ૧૦ દિવસ હૈદરાબાદમાં રહ્યો. મહિલાના પરિવારે ફરિયાદ કરી તો તેમને ત્યાંથી પાછા લાવવામાં આવ્યા. મહિલા કહે છે કે તે તેની મરજીથી તેની સાથે ગઈ હતી, પણ થોડા દિવસ બાદ ગૌરવ વિરુદ્ઘ લગદ્ઘ અને નોકરીની લાલચ આપીને દુષ્કર્મ કરવાની ફરિયાદ નોંધાય છે અને તેની ધરપકડ કરી લેવાય છે. તેની સાથે ઘોર અમાનવીય વર્તન કરવામાં આવે છે. તેને કારણે તેનું મોત થઈ જાય છે. આ જવાન મોત માત્ર ગયા મહિને બનેલી જ ઘટનાઓ છે. ખબર નહીં કેટલાય પુરુષ દુષ્કર્મના ખોટા કેસોમાં ફસાઈને ફાંસી લગાવી લે છે કે જીવતે જીવ મરી રહ્યા હોય છે. થોડા દિવસ પહેલાં જયપુરમાં ભાવના શર્મા નામની એક મહિલાની ધરપકડ કરવામાં આવી. તે છેલ્લા આઠ વર્ષોમાં દુષ્કર્મ, છેડતી જેવા ૧૪ ખોટા કેસો લગભગ ૨૦ પુરુષો વિરુદ્ઘ કરી ચૂકી હતી. છેલ્લા છ મહિનામાં તેણે બે વકીલો વિરુદ્ઘ લગદ્ઘની લાલચ આપીને દુષ્કર્મ કરવાના ખોટા કેસો કર્યા. ત્યારે જઈને બાર એસોસિએશને તેના વિરુદ્ઘ ફરિયાદ કરી અને તેની ધરપકડ થઈ. એ મહિલા વિરુદ્ઘ ગયા વર્ષે રાજસ્થાનના ડીજીપી પાસે ફરિયાદ કરવામાં આવી હતી, છતાં તેના વિરુદ્ઘ કાર્યવાહી નહોતી થઈ. એ મહિલાએ કરેલા લગભગ બધા જ કેસો ખોટા નીકળ્યા, છતાં પણ લાંબા સમય સુધી તેની ધરપકડ નહોતી કરવામાં આવી.
છેલ્લા કેટલાક વર્ષોમાં આવી કેટલીય મહિલાઓ વિરુદ્ઘ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ગુરુગ્રામની એક મહિલાએ એક વર્ષમાં દુષ્કર્મના નવ ખોટા કેસો નોંધાવ્યા, જબલપુરની એક મહિલાએ સાત કેસો કર્યા, મુંબઈની એક મહિલાએ દિલ્હી અને મુંબઈમાં દુષ્કર્મના ચારખોટા કેસો કર્યા, પંજાબની એક મહિલાએ ગુરુગ્રામ, દિલ્હી અને પુણેમાં દુષ્કર્મ અને છેડતીના અડધો ડઝન ખોટા કેસો કર્યા. દિલ્હીની એક પરિણીત મહિલાએ દુષ્કર્મ અને સામુહિક દુષ્કર્મના પાંચ-છ કોટા કેસો કરાવ્યા. પ્રશાસનને અરજ કરવા અને પુરાવા આપવા છતાં આવી મહિલાઓ વિરુદ્ઘ પોલીસે કાર્યવાહી ન કરી, જે સીરિયલ રેપ એક્યુઝર છે. આ બધા કેસોમાં સૌથી વધુ અચંબિત કરવાની વાત એ હોય છે કે એક જ મહિલા વારંવાર એમ કહે છે કે તેને લગદ્ઘની લાલચ આપીને શોષણ કરવામાં આવ્યું. ચાહે મહિલા પહેલાંથી પરિણીત હોય, પુરુષને દુષ્કર્મીનું લેબલ ચોંટાડી દેવામાં આવે છે.
આખા દેશમાં એવા હજારો ખોટા કેસો નોંધાઈ રહ્યા છે, જ્યાં સહમતિથી સંબંધ બન્યા હોય, પણ બાદમાં મહિલાએ કહી દીધું કે લગદ્ઘની લાલચ આપવામાં આવી. આ લાલચનું ના તો પોલીસ મહિલા પાસે પુરાવો માગે છે કે ના પુરુષના નિર્દોષ હોવાના કોઈ પુરાવા પોલીસ જુએ છે. જ્યાં નિર્દોષ પુરુષોને પોલીસ તરત ધરપકડ કરી લે છે, ત્યાં જ મહિલાઓ વિરુદ્ઘ ઠોસ પુરાવા હોવા છતાં કાર્યવાહી કરવાથી ખચકાય છે. શું બંધારણનું સંરક્ષણ માત્ર મહિલાઓ માટે જ છે? દુષ્કર્મના ખોટા કેસો ખંડણી ઉઘરાવવાનો રસ્તો બની રહ્યા છે. એવા કેટલાય કેસો આવી ચૂક્યા છે, જ્યાં વકીલ-પોલીસની મિલીભગતથી લોકોને દુષ્કર્મના ખોટા કેસોમાં ફસાવીને લાખો-કરોડોની ખંડણી વસૂલાઈ. આ પ્રકારના પીડિતોની આપવીતી એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘ઇન્ડિયાઝ સન્સ’માં બતાવવામાં આવી છે. ગયા વર્ષે એક એવી ટોળકીનો ભંડાફોડ થયો, જેમાં એક મહિલા કોન્સ્ટેબલ પણ સામેલ હતી. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે આ મહિલા કોન્સ્ટેબલની જામીન ફગાવી દેતાં કહ્યું કે આ પ્રકારનાં રેકેટ સમાજને ખોખલો કરી રહ્યા છે. ભૂતકાળમાં એવું કેટલીય વાર થયું કે કાનૂની પ્રણાલી દ્વારા થઈ રહેલ અન્યાયને ઉજાગર કરનારા સમાચારોની સુપ્રીમ કોર્ટે જાતે નોંધ લીધી અને જનહિત અરજી રૂપે તેની સુનાવણી કરી. દુષ્કર્મ જેવા જઘન્ય અપરાધના કાયદાનો દુરુપયોગ અને પોલીસ દ્વારા એવા કેસોમાં વસૂલાતી ખંડણી બેહદ ચિંતાજનક બાબત છે. સુપ્રીમ કોર્ટે એવા કેસોની જાતે નોંધ લઈ આ બેહદ ગંભીર મુદ્દાની સુનાવણી કરવી જોઇએ.