ભારતીય એથ્લીટ નીરજ ચોપરાએ જાપાનમાં ચાલી રહેલા ઓલિમ્પિક મહાકુંભમાં શનિવારે જેવેલિન થ્રો ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ જીત સાથે નીરજ ચોપરા વ્યક્તિગત ઓલિમ્પિક ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર બીજો અને એથ્લેટિક્સમાં આવું કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. નીરજ ચોપરા પહેલા, અભિનવ બિન્દ્રાએ વર્ષ 2008માં શૂટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
નીરજે ફાઇનલમાં પ્રથમ થ્રોમાં 87.03 મીટર ભાલો ફેંકયો હતો, જ્યારે પહેલા રાઉન્ડના બીજા પ્રયાસમાં નીરજએ 87.58 મીટરનો થ્રો કર્યો હતો. ત્રીજા પ્રયાસમાં નીરજે 76.79 મી.નો થ્રો કર્યો હતો. પ્રથમ રાઉન્ડમાં 12 માંથી 8 ખેલાડીઓએ બીજા અને અંતિમ રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. આ સ્પર્ધાનો સિલ્વર મેડલ જેકોબ વૈદલેક (86.67) ને મળ્યો અને બ્રોન્ઝ મેડલ લંડન ઓલિમ્પિકમાં ચેક રિપબ્લિકના બ્રોન્ઝ મેડલ વિનર અને 38 વર્ષના વિતેજસ્લેવ વેસ્લી (85.44 મીટર)ને મળ્યો હતો.
:: Neeraj Chopra ::
5th attempt: Foul
4th attempt: Foul
3rd attempt: 76.79m
2nd attempt: 87.58m
1st attempt: 87.03m
ચોથા અને પાંચમા પ્રયાસમાં ફાઉલ થયા બાદ નીરજે તેના છેલ્લા પ્રયાસમાં 84.24 મીટરનો થ્રો કર્યો હતો. બીજા પ્રયાસમાં તેને 87.58 થ્રો કર્યો અને ગોલ્ડ મેડલની રેસમાં આગળ વધ્યો. પાકિસ્તાની અરશદ નદીમ કે અન્ય કોઈ રમતવીર નીરજના થ્રોથી વધુ થ્રો કરી શક્ય ના હતા. આખરે તેને ભાલા ફેકમાં દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો . ભારતીય રમતના ઇતિહાસમાં હંમેશા સુવર્ણ અક્ષરે નીરજની આ જીત આલેખવામાં આવશે.