નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં રૂ ૧૧૯૦.૭૭ લાખની સહાય ચૂકવાઇ

વિધાનસભા ગૃહમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના સંદર્ભે પૂછાયેલા પ્રશ્ર્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે,નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૧,૯૮૫ લાભાર્થીઓને રૂપિયા ૧૧૯૦.૭૭ લાખની સહાય ચુકવવામાં આવી છે.

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ દરમિયાન અમદાવાદ શહેરમાં કુલ ૩૦,૭૬૧ તેમજ અમદાવાદ જિલ્લામાં કુલ ૧૫,૩૪૩ મળી કુલ ૪૬,૧૦૪ અરજીઓ મળી હતી. જે પૈકી રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લામાં મળી કુલ ૪૫,૯૮૯ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે જરૂરી દસ્તાવેજ-પુરાવાના અભાવે બાકીની ૧૧૫ અરજીઓ નામંજૂર કરવામાં આવી છે.