ટી ૨૦ વર્લ્ડ કપમાં આજે વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોની તોફાની સ્ટાઈલ જોવા મળી હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ અફઘાનિસ્તાનની મજબૂત બોલિંગ લાઈન-અપના છોતરા ઉખેડી નાખ્યા હતા. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટી ૨૦ વર્લ્ડ કપનો એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪નો હાઈ સ્કોર પણ બનાવ્યો છે.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૨૧૮ રન બનાવ્યા હતા. જે આ સિઝનનો સૌથી મોટો સ્કોર છે. આ સિવાય વેસ્ટ ઈન્ડિઝે પાવરપ્લેમાં પણ સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. ટી ૨૦ વર્લ્ડ કપના ઈતિહાસમાં આજ સુધી કોઈ ટીમ પાવરપ્લેમાં આટલો મોટો સ્કોર કરી શકી નથી. પાવરપ્લેમાં વેસ્ટ ઈન્ડિઝે ૬ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૯૨ રન બનાવ્યા હતા. જે ટી ૨૦ વર્લ્ડ ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો પાવરપ્લે સ્કોર છે.
આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ માટે વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં પુરને શાનદાર બેટિંગ કરી હતી અને ૫૩ બોલમાં ૯૮ રનની ઇનિંગ રમી હતી. પુરને પોતાની ઇનિંગ દરમિયાન ૬ ફોર અને ૮ સિક્સર ફટકારી હતી. જેમાંથી એક ઓવરમાં નિકોલસ પુરને ૩૬ રન બનાવ્યા હતા.
આ મેચમાં પુરને પણ પૂર્વ દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલને પાછળ છોડીને એક ખાસ સિદ્ધિ મેળવી છે. પુરણ હવે ટી ૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. પુરણના નામે હવે ટી ૨૦ ક્રિકેટમાં ૧૨૮ સિક્સર છે. આ પહેલા આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. ક્રિસ ગેલના નામે ૧૨૪ સિક્સર છે.