નિજ્જર હત્યા કેસ: જસ્ટિન ટૂડો ભારત સરકાર સાથે મળીને તપાસ કરવા માગે છે

ટોરેન્ટો, ટૂડોને જ્યારે કેનેડિયન નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યાની તપાસમાં ભારતના સહયોગ અંગે પૂછાયું તો તેમને કહ્યું કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યા અંગે અમે ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ.

તેમણે ઉમેર્યું, ભારતીય એજન્ટો સંડોવાયેલા હોવાના વિશ્ર્વસનીય આરોપો છે. આ એવી બાબત છે જેને અમે હળવાશથી લીધી નથી. વિદેશી સરકારોના ગેરકાયદેસર પગલાંથી તમામ કેનેડિયનોને બચાવવાની અમારી જવાબદારી છે. ટૂડોએ કહ્યું કે કેનેડાની સરકાર ખાતરી કરી રહી છે કે આ મામલાની યોગ્ય તપાસ થાય. કેનેડિયન પીએમે કહ્યું, આ મામલાની સપાટી પર પહોંચવા માટે અમે ભારત સરકાર સાથે રચનાત્મક રીતે કામ કરવા આતુર છીએ. અમે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આ કેવી રીતે થયું? અમે ખાતરી કરવા માંગીએ છીએ કે કેનેડિયન નાગરિકો ફરી ક્યારેય સંવેદનશીલ ન રહે. વિદેશી અથવા આંતરરાષ્ટ્રીય શક્તિ દ્વારા દખલગીરી કરવી.

ઉલ્લેખનીય છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટૂડોએ આરોપ મુક્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારત સરકારનો હાથ હતો. જો કે ભારતે આ આરોપોને ફગાવી દીધા હતા. આનાથી બંને દેશના રાજકીય સંબંધ ખરાબ થયા હતા. મળતી માહિતી અનુસાર, આ મહિનામાં એક વીડિયો જાહેર કરી કહ્યું કે એક કોન્ટ્રાક્ટ કિલરે નિજ્જરને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. વર્ષ-૨૦૨૦માં ભારતની એનઆઈએ નિજ્જરને આતંકવાદી જાહેરા કર્યો હતો. ગત વર્ષે જૂનમાં તેને બ્રિટિશ કોલંબિયાના પરામાં આવેલા ગુરુદ્વારા નજીક ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી