લાગોસ,
નાઈજીરીયાના લાગોસમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે.લાગોસમાં ગુરુવારના રોજ એક ટ્રેન અને બસ વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે ઘટના સ્થળ પર જ છ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા, તો બીજી તરફ સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા.તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ તમામ ઘટનાની જાણકારી લાગોસ સ્ટેટ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ આપી હતી.
નાઈજીરીયાના રાષ્ટ્રીય ઈમરજન્સી પ્રબંધ એજન્સીના પ્રમુખ ઈબ્રાહિમ ફારિનલોયના જણાવ્યા મુજબ બસ સરકારી કર્મચારીઓને તેમના કામના સ્થળ પર લઈ જઈ રહી હતી, ત્યારે જ તે દરમ્યાને આ બસ ત્યાંની ઈંટરસિટી ટ્રેન સાથે ધડાકાભેર અથડાઈ હતી, ઈબ્રાહિમ ફારિનલોયે જણાવ્યું કે આ દુર્ઘટનામાંથી ૮૪ લોકોને બચાવી લેવાયા છે અને તેમાંથી જે ઘાયલ થયા હતા તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.