નીચલા સ્તરે ખરીદી કરીને બજાર મજબૂત; સેન્સેક્સ ૩૨૯ અંક ઉછળ્યો, નિફ્ટી ૧૯૧૦૦ પાર

નવીદિલ્હી,સોમવારે શેરબજારમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. શરૂઆતના ઘટાડા છતાં મુખ્ય સૂચકાંકો નીચલા સ્તરેથી મજબૂત થયા અને લીલા નિશાનમાં પાછા ફર્યા અને લીલા નિશાનમાં બંધ થયા. સોમવારે, સેન્સેક્સ ૩૨૯.૮૫ (૦.૫૧%) પોઈન્ટના વધારા સાથે ૬૪,૧૧૨.૬૫ પર બંધ થયો જ્યારે નિફ્ટી ૧૦૧.૬૦ (૦.૫૩%) પોઈન્ટના વધારા સાથે ૧૯,૧૪૮.૮૫ પર બંધ થયો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરમાં ખરીદીથી બજારને ટેકો મળ્યો હતો. કંપનીના શેર ૨.૫% ના વધારા સાથે નિફ્ટી માં ટોપ ગેનર હતા. સિપ્લાનો શેર પણ ૨% વધ્યો . આ પહેલા શુક્રવારે ભારતીય શેરબજાર છ દિવસના ઘટાડા બાદ લીલા નિશાન પર બંધ થયું હતું.