એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોની સમસ્યા ?દે.બારીયા તાલુકાના સરકારી ગોડાઉનમાં 50 ટકા દાળના જથ્થાનો અભાવ શાં કારણે છે ???

દે.બારીયા, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મે મહિનાનું નિયમીત વિતરણ તા.01/05/2023 થી શરૂ કરવાની જાહેરાતો દરેક દૈનિક છાપામાં થઈ તો જાય છે, પરંતુ તે અંગેનું અમલીકરણ દેખાતું નથી જ કયારે ચણા તો કયારે ખાંડ તો કયારે દાળનો જથ્થો સરકારી ગોડાઉનમાં ઉપલબ્ધ હોતો નથી કે પછી ઉપલા લેવલે થી સાંંઠગાંઠ સાથે કુત્રીમ અછત ઉભી કરીને અસલ લાભાર્થીઓને વંચિત કરી તમામ જથ્થો ઉંચા ભાવે સગેવગે કરવાનો કૌભાંડ દરેક તાલુકા અને દરેક જીલ્લા માંથી અવારનવાર અહેવાલ મળતા હોય છે. એમાઓ એક કૌભાંડ અહીંયા પણ ચાલતો હોય તેવી દહેશત સાથે શંકા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા સરકારી ગોડાઉનમાં મે માસની દાળના જથ્થામાં પ0 ટકાનો કાપ આવ્યો છે. અમારા પંચમહાલ સમાચારના પ્રતિનિધીએ રૂબરૂ મુલાકાતમાં ગોડાઉન મેનેજર આ બાબતે જણાવ્યું કે દાળ ઉપરથી આપશે તો ત્યારે ઈશ્યુ કરાશે શું ? પાંચ દિવસ મે માસના બાકી છે તો પાંચ દિવસમાં કયારે દાળ આપશે અને કયારે ઈશ્યુ થશે ને લાભાર્થીઓને વિતરણ કરાશે તો ગંભીર સવાલ છે. મળતી માહિતી મુજબ જે દુકાનદાર લેવડ દેવડ ના કરે તેને 50 ટકાના કાપનુંં બહાનું બતાવી દેવાય છે. 50 ટકા દાળનો જથ્થો સગેવગે કરવામાંં કોનો કોનો હાથ છે. તે સ્ટેટ વિજીલન્સ વિભાગ તપાસ કરે તો મસમોટું કૌભાંડ બહાર આવે તો નવાઈ નહિ. આ અનાજ કૌભાંડ કયારે તો પર્દાફાશ થશે તે યક્ષ પ્રશ્ર્ન છે.

વન નેશન વન રેશનકાર્ડ યોજના અનુસાર દેશના અન્ય રાજ્યોના તેમજ ગુજરાતના કોઈપણ ગામ કે શહેર માંથી રેશનકાર્ડ કઢાવ્યું હોય પરંતુ ધંધા-રોજગારને કારણે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા લાભાથી સમગ્ર રાજ્યમાં કોઈપણ ગામ કે શહેરમાં આવેલી વ્યાજબી ભાવની દુકાનેથી પોતાના અંગુઠા અથવા આંગળીના ફીંગર ઉપયોગ કરી પોતાની ઓળખ આપી અનાજનો જથ્થો મેળવી શકે છે. આ વાત જાહેરાત પૂરતી સારી લાગે છે. આનો અમલ થતો નથી. દુકાનદારો સાફ નન્નો સંભળાવી દેતા ખચકાતા નથી. કેમ કે ઉપલા લેવલ સુધી ટકાવારી પહોંચે છે એટલે તો સ્ટેટ વીજીલન્સ વિભાગ આમા હસ્તક્ષેપ કરે તો ઉંડાણના ગરીબ લાભાર્થી સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળી શકશે.