મુંબઇ,
ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટીડનું માનવું છે કે, ક્રિકેટ છતવાળા સ્ટેડિયમમાં રમવાના વિકલ્પ પર વિચાર કરી શકાય છે, પરંતુ આ આઉટડોર રમતને જેટલું સંભવ હોય, સૂર્યના પ્રકાશમાં રમવી જોઇએ. તેમણે એમ પણ કહ્યું કે ન્યૂઝીલેન્ડમાં ઇનડોર ક્રિકેટ રમવી મુશ્કેલ છે કેમ કે અહીં એવા સ્ટેડિયમ જ ઉપસ્થિત નથી. ન્યૂઝીલેન્ડના પાડોશી દેશ ઓસ્ટ્રેલિયામાં હાલમાં જ સમાપ્ત થયેલા ટી 20 વર્લ્ડ કપમાં ૪ મેચ વરસાદના કારણે રદ્દ કરી દેવામાં આવી હતી, જ્યારે ૩ મેચોનું પરિણામ ડેકવર્થ લુઇસ પદ્ધતિ પર નક્કી કરવામાં આવ્યું હતું, જેથી એ બહેસ છેડાઇ ગઇ કે શું બોર્ડો દ્વારા ઇનડોર ક્રિકેટની શોધ કરવી જોઇએ?
સતત વરસાદના કારણે ભારત વિરુદ્ધ બીજી વન-ડે મેચ રદ્દ થયા બાદ ૫૦ વર્ષીય સ્ટીડે કહ્યું કે, ‘ન્યૂઝીલેન્ડનામાં એવું થવું ખૂબ મુશ્કેલ છે, અમારી પાસે એમ કરવા માટે મેદાન નથી.’ ન્યૂઝીલેન્ડમાં ૬ મેચોની સીમિત ઓવરની સીરિઝમાં ૨ મેચ (વેલિંગ્ટનમાં પહેલી ટી ૨૦ ઇન્ટરનેશનલ અને રવિવારે બીજી વન-ડે)ને રદ્દ કરવી પડી હતી. એક મેચનું પરિણામ (નેપિયર ટી 20 ઇન્ટરનેશનલ) ડેકવર્થ લુઇસ પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું, તેમણે કહ્યું કે, મને લાગે છે કે, જો વિકલ્પ ઉપલબ્ધ છે તો તેના પર વિચાર કરવા જોઇએ.
તેમણે આગળ કહ્યું કે, હું માનું છું કે એ કંઇક એવું છે જેને દરેક અજમાવવા માગશે. એ બહાર રમાતી રમત છે અને જેટલું સંભવ થાય પ્રકાશમાં રમાવી જોઇએ. રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હેમિલ્ટનમાં બીજી વન-ડે રમાઇ રહી હતી, પરંતુ આ મચે શરૂ થયા બાદ ૪.૫ જ ઓવર ફેકી શકાય અને પછી વરસાદ પાડવા લાગ્યો, પરંતુ અહી જ મેચ સમાપ્ત ન થઇ, ત્યારબાદ ઓવર કટ કરીન ૨૯-૨૯ ઓવરની કરવામાં આવી હતી, પરંતુ ૧૨મી ઓવર બાદ ફરી વરસાદ પડવા લાગ્યો અને મેચ રદ્દ કરવી પડી.
મેચ રદ્દ થવાના કારણે ભારતીય ટીમને ખૂબ નિરાશ થવું પડ્યું છે. ફરી એક વખત લાંબા સમય બાદ ન્યૂઝીલેન્ડમાં વન-ડે સીરિઝ જીતવાનું સપનું અધૂરું રહી જશે. સાથે જ હવે ભારતીય ટીમ પર એ વાતનો દબાવ રહેશે કે સીરિઝને કઇ રીતે બરાબર કરવામાં આવે. હાલમાં જે વન-ડે સીરિઝ ચાલી રહી છે તેમાં ન્યૂઝીલેન્ડની ટીમ ૧-૦થી અગાળ છે અને બીજી વન-ડે રદ્દ થવાથી, ત્રીજી મેચમાં ભારત પાસે દબાવ વધારે હશે, આ મેચ કોઇ પણ સંજોગોમાં જીતવી જ પડશે, નહીં તો આ સીરિઝ ન્યૂઝીલેન્ડના નામે થઇ જશે. હવે જોવાનું એ રહેશે કે ત્રીજી મેચ જે ૩૦ નવેમ્બરે થવા જઇ રહી છે તેમાં કોણ બાજી મારે છે.