ન્યૂઝક્લિક ટેરર કેસમાં આરોપી નેવિલ રોય સિંઘમે તમામ આરોપોને નકારી કાઢ્યા

  • ન્યૂઝક્લિકના એડિટર અને એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી

નવીદિલ્હી, ન્યૂઝક્લિક ટેરર કેસમાં આરોપી તરીકે જેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે તેવા અમેરિકન કરોડપતિ નેવિલ રોય સિંઘમે એવા આરોપોને નકારી કાઢ્યા છે કે તેઓ મીડિયા આઉટલેટ ન્યૂઝક્લિક દ્વારા ભારત સહિત વિશ્વભરમાં ચીનની સરકારની પ્રોપેગેન્ડા શાખા સાથે જોડાયેલું ફંડિંગ નેટવર્ક ચલાવી રહ્યા છે.સિંઘમે ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલને પ્રથમ ગેરમાર્ગે દોરનારો અને ઇન્યૂએન્ડો-લાદેન હિટ પીસ તરીકે વર્ણવ્યો હતો. ૫ ઓગસ્ટના એનવાયટીના લેખના આધારે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ કેસમાં આરોપી તરીકે તેમનું નામ સામેલ કર્યું હતું, જેમાં ન્યૂઝક્લિકના એડિટર અને એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. પત્રકારો સહિત ૧૦૦ જેટલા લોકો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

સિંઘમે જણાવ્યું હતું કે એનવાયટીએ ઇરાદાપૂર્વક ૨૨ જુલાઈ, ૨૦૨૩ના રોજ તેના લેખની તારીખ પહેલાં મેં તેમને પૂરા પાડેલી માહિતી પ્રકાશિત ન કરવાનું પસંદ કર્યું હતું. એનવાયટીએ પ્રેસની સ્વતંત્રતાને નુક્સાન પહોંચાડ્યું છે. આ કારણસર મેં આમાંના કેટલાક મુદ્દાઓને જાહેરમાં ઉઠાવ્યા છે જેની એનવાયટી દ્વારા અવગણના કરવામાં આવી હતી. સિંઘમે જણાવ્યું હતું કે હું તમામ દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢું છું.

ચીનની સરકાર સાથેની સંડોવણી અંગેના આક્ષેપો અંગે તેમણે જણાવ્યું હતું કે, હું પ્રોપેગેન્ડા ડિપાર્ટમેન્ટ અથવા ચીનની સરકાર અથવા કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના કોઈ પણ વિભાગ માટે કામ કરતો નથી, અથવા તેની પાસેથી સૂચના લેતો નથી, કે ફંડ મેળવતો નથી. જેમ કે એફઆઈઆરમાં જણાવાયું છે અને એનવાયટીના લેખમાં કહેવાયું છે. હકીક્તમાં હું વિશ્વની કોઈ પણ સરકાર અથવા રાજકીય પક્ષ પાસેથી ઓર્ડર લેતો નથી.

તેમણે આ આરોપને નકારી કાઢ્યો હતો કે તેમના ઓપન-સોર્સ મેપ પ્રોજેક્ટે ભારતની પ્રાદેશિક અખંડિતતાને નબળી પાડવાનો પ્રયાસ કર્યો હતો. ૨૦૨૦માં મને એક મફત અને ઓપન-સોર્સ સોફ્ટવેર પ્રોજેક્ટને સ્પોન્સર કરવાની તક મળી હતી જેમાં કોઈ પણ તેમના પોતાના પ્રોજેક્શન નકશા બનાવી શકે છે.. તેમણે જણાવ્યું હતું કે, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદના વિવાદો ચાલી રહ્યા છે. પરંતુ અમારો આશ્રય હંમેશા દરેક દેશના નાગરિકોને એવા નકશા તૈયાર કરવાની મંજૂરી આપવાનો હતો જે તેમના પોતાના કાયદાઓ સાથે સુસંગત હોય અને તેમના સાર્વભૌમ રાષ્ટ્રીય હિતોને દર્શાવી શકે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારું નામ નેવિલ રોય સિંઘમ છે. મેં ૨૫ વર્ષ સુધી આઇટી કંપની થોટવર્ક્સ ઇક્ધ. ટલાવી ૨૦૧૭માં તેને વેચી દીધી. હું જન્મથી યુ.એસ.નો નાગરિક રહ્યો છું અને રહ્યો છું અને હાલ હું શાંઘાઈ (ચીન)માં રહું છું.૫ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ, ન્યુ યોર્ક ટાઇમ્સનો અહેવાલ પ્રસિદ્ધ થયો તેના ૧૨ દિવસ બાદ ૧૭ ઓગસ્ટના રોજ દિલ્હી પોલીસ સ્ટેશન સ્પેશિયલ સેલે ગુપ્ત રીતે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) તૈયાર કર્યો હતો. બદનક્ષીભર્યા આરોપો અને ભૂલોથી ભરેલી એફઆઈઆરમાં લગભગ ૧૦૦ પત્રકારોની પૂછપરછ, ડઝનેક લોકોની અટકાયત અને આખરે ૩ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એફઆઈઆરમાં વપરાયેલી ભાષા ભારપૂર્વક સૂચવે છે કે તેના દાવાઓ ખોટી માહિતીથી દોરવાયેલા હતા.

સિંઘમે વધુમાં તેમના પત્રમાં જણાવ્યું છે કે ભારતમાં વિશ્વના ઘણા શ્રેષ્ઠ પત્રકારો અને લેખકો છે. તેમાં વાઇબ્રેન્ટ પ્રેસ અને મીડિયા લેન્ડસ્કેપ છે. ધરપકડો અને અટકાયતના સમાચારથી મને ઊંડો આઘાત લાગ્યો છે.હું નિરાશ છું કે આ બધું મારા પિતા આકબાલ્ડ ડબલ્યુ. સિંઘમના પૂર્વજોના ઘર શ્રીલંકાથી નજીકના દેશ ભારતમાં થઈ રહ્યું છે, જેઓ બિનજોડાણવાદી ચળવળ સાથે જોડાયેલા ઇતિહાસકાર હતા. હું આ વાત એવી વ્યક્તિ તરીકે લખું છું જે ભારતને ખૂબ જ ચાહે છે, ૧૯૬૪માં ૧૧ વર્ષની ઉંમરે મારી પહેલી મુંબઈની મુલાકાતથી માંડીને ભારતીય સોફ્ટવેર ઉદ્યોગમાં મેં વિતાવેલાં વર્ષો સુધી, દેશ અને તેના લોકો સાથે મારા લાંબા ગાળાના સંબંધો છે. ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં મેં ભારતમાં સારો એવો સમય ગાળ્યો હતો અને બેંગ્લોર, પૂણે, ચેન્નાઈ, કોઈમ્બતુર, દિલ્હી અને હૈદરાબાદ સહિત ભારતભરમાં થોટવર્ક્સની ઑફિસો ખોલી હતી.