ન્યુડ વીડિયોકોલથી નિર્દોષોને બ્લેક મેઇલ કરાય છે. આવી ઘટનાઓનો ભોગ બનેલાઓએ ડરવાની જરૂર નથી.: ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી

ગાંધીનગર, તાજેતરમાં મોટી ઉંમરના લોકોને વીડિયો કોલ કરી સામેની તરફની વ્યક્તિ ન્યૂડ થઇ તેનો સ્ક્રીન શોટ લઇ પછી ધમકી આપી ખંડણી માગતી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે આવી ઘટનાઓના અનેક કેસ સામે આવતા ગુજરાત સરકાર પણ સતર્ક થઇ રહી છે અને લોકોને સતર્ક રહેવા અને ગભરાવાની જરુર ન હોવાનું જણાવી જાગૃત થવાનું કહી રહી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આવી ઘટનાઓને લઇને મોટુ નિવેદન આપ્યુ છે.

ન્યુડ વીડિયોકોલ મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે ન્યૂડ વીડિયોકોલ ઉચકાઇ જાય તો ડરતા નહીં. ન્યુડ વીડિયોકોલથી નિર્દોષોને બ્લેક મેઇલ કરાય છે. આવી ઘટનાઓનો ભોગ બનેલાઓએ ડરવાની જરૂર નથી. સમાજ સમજુ છે, સમાજથી પણ ન ડરવું જોઇએ. આવા વિષયોથી ભાગવાને બદલે પોલીસ મથકે ગુનો નોંધાવવો જોઇએ.