નેતાજી આરએસએસની વિચારધારાના ટીકાકાર હતા : સુભાષચંદ્ર બોઝના દીકરી

કોલકતા,

કલકત્તામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ૨૩મી જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતી ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન, નેતાજીના દિકરી અનીતા બોઝ ફાફે આ આખા કાર્યક્રમનો વિરોધ કર્યો અને એક મોટું નિવેદન આપ્યું. અનીતા બોઝ ફાફે કહ્યું કે, નેતાજી આરએસએસની વિચારધારાના ટીકાકાર હતા. તેમણે કહ્યું કે, મારા પિતા એક એવા વ્યક્તિ હતા કે જે, હિંદુ હતા પણ દરેક ધર્મોનું સન્માન કરતા હતા અને દરેકની સાથે રહી શક્તા હતા. એમ ન વિચારો કે, આરએસએસઆમાં વિશ્ર્વાસ કરે છે.

તેમણે કહ્યું કે, જો આરએસએસએ નેતાજીની વિચારધારાને અપનાવવાનું શરી દીધું છે તો તે ભારત માટે સારું જ હશે. નેતાજી ધર્મનિરપેક્ષતામાં વિશ્ર્વાસ રાખતા હતા અને મને વિશ્ર્વાસ નથી થઇ રહ્યો કે, આરએસએસ તે વિચારધારામાં ભરોસો રાખે છે. અનીતા બોઝ ફાફે કહ્યું કે, જો આરએસએસ હિંદુ રાષ્ટ્રવાદી વિચારોને પ્રેરિત કરવા માગે છે તો તે નેતાજીની વિચારધારાથી સમાન ન હશે અને જો તેના માટે નેતાજીનો ઉપયોગ કરવામાં આવે છે તો હું તેની સરાહના પણ કરીશ.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત ૨૩મી જાન્યુઆરીના રોજ કલકત્તામાં મેગા રેલી કરવા જઇ રહ્યું છે. આ દરમિયાન તેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી પર તેમને શ્રદ્ધાંજલી પણ આપશે. મોહન ભાગવત બંગાળના પાંચ દિવસીય પ્રવાસ પર હશે, જ્યાં તેઓ વિભિન્ન ગણમાન્ય લોકોની મુલાકાત કરશે. ૨૩મી જાન્યુઆરીના રોજ ભાગવત નેતાજીનો જન્મદિવસ નેતાજી લહ પ્રણામ તરીકે ઉજવશે. ઇજીજીના પૂર્વ ક્ષેત્ર સંચાલક અજય નંદીએ કહ્યું કે, આરએસએસએ હંમેશા દેશના મહાન નેતાઓના જન્મદિવસ ઉજવ્યા છે. બોઝ અને આરએસએસના સંસ્થાપક ડો. હેગેવારનો કોંગ્રેસના સમયથી એક બીજા સાથે સંબંધ રહ્યો છે.

તેમણે કહ્યું કે, કલકત્તા એ જગ્યા છે, જ્યાં નેતાજીની ડો. હેડગોવાર સાથે મુલાકાત થઇ હતી. બન્નેનો ગાઢ સંબંધ હતો. બન્નેએ આઝાદીની લડત લડી હતી. એકે આરએસએસ બનાવી અને બીજાએ આઇએનએનું ગઠન કર્યું. તેમણે કહ્યું કે, ૧૯૪૦માં સુભાષ ચંદ્ર બોઝ ટ્રેન દ્વારા નાગપુર જઇ રહ્યા હતા, જ્યાં તેમની ડો. હેડગોવાર સાથે મુલાકાત થઇ.આરએસએસ અને તેમની વિચારધારાની ટીકાકારોના સવાલ પર અજય નંદીએ કહ્યું કે, તેના કોઇ પૂરાવા નથી કે, નેતાજી સુભાષચંદ્ર બોઝ આરએસએસ કે તેની વિચારધારાના ટીકાકાર હતા. કોઇ કંઇપણ કહી કે લખી શકે છે. પણ આ વાતના કોઇ પૂરાવા નથી કે નેતાજી આરએસએસને પસંદ ન કરતા હોય.