નવીદિલ્હી, નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પરાક્રમ દિવસની શુભેચ્છા પાઠવી છે. મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના શુભેચ્છા સંદેશમાં કહ્યું, ’પરાક્રમ દિવસ પર ભારતના લોકોને શુભકામનાઓ.
આજે તેમની જન્મજયંતિ પર અમે નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન અને સાહસને સન્માન આપીએ છીએ. આપણા દેશની આઝાદી પ્રત્યેનું તેમનું અતૂટ સમર્પણ સતત પ્રેરણા આપે છે.
નેતાજી સુભાષ ચંદ્ર બોઝના માનમાં, તેમની જન્મજયંતિ ૨૦૨૧ દર વર્ષે ’પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. પીએમ મોદી આજે આ પ્રસંગે લાલ કિલ્લા પર આયોજિત એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું આ ઉજવણી ૩૧ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.
પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સમારોહ દરમિયાન વડાપ્રધાન પ્રજાસત્તાક દિવસની ઝાંખીઓ અને સાંસ્કૃતિક પ્રદર્શન સાથે દેશની વિવિધતાને પ્રદર્શિત કરવા માટે પર્યટન મંત્રાલય દ્વારા આયોજિત ’ભારત પર્વ’નું ડિજિટલી ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન, મુલાકાતીઓને નેતાજી અને આઝાદ હિંદ ફૌજની અદ્ભુત સફરને દર્શાવતા દુર્લભ ફોટોગ્રાસ અને દસ્તાવેજોનું પ્રદર્શન કરતા આર્કાઇવલ પ્રદર્શનો દ્વારા ઇમસવ અનુભવમાં જોડાવવાની તક મળશે.
૨૩ થી ૩૧ જાન્યુઆરી સુધીના ૯-દિવસીય કાર્યક્રમમાં ૨૬ મંત્રાલયો અને વિભાગો નાગરિક-કેન્દ્રિત પહેલ, ’વૉકલ ફોર લોકલ’ અને વિવિધ પ્રવાસન આકર્ષણોને પ્રકાશિત કરશે. તે વિશ્વભરના લોકોને જોડવાનું અને રાષ્ટ્રની પુનરુત્થાનશીલ ભાવનાને પ્રતિબિંબિત કરવા અને ઉજવવાનું એક પ્લેટફોર્મ હશે. વર્ષ ૨૦૨૧માં, કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં પરાક્રમ દિવસનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. વર્ષ ૨૦૨૨માં ઈન્ડિયા ગેટ પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તે જ સમયે, ૨૦૨૩ માં, આંદામાન અને નિકોબાર ટાપુઓના ૨૧ સૌથી મોટા અનામી ટાપુઓનું નામ ૨૧ પરમ વીર ચક્ર પુરસ્કારોના નામ પર રાખવામાં આવ્યું હતું.