નેપાળના કાઠમાંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે સવારે 11 વાગ્યે પ્લેન ક્રેશ થયું.

નેપાળના કાઠમાંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે સવારે 11 વાગ્યે પ્લેન ક્રેશ થયું. સૌર્યા એરલાઈન્સની આ ફ્લાઈટ કાઠમાંડુથી પોખર જઈ રહી હતી. આ પ્લેનમાં 19 લોકો સવાર હતા. દુર્ઘટનામાં પાઇલટને ગંભીર ઈજા થઈ છે. જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે 18 લોકોના મોત થયા છે. પ્લેન ક્રેશ થયાનો એક વીડિયો અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પ્લેન ક્રેશ થતાં જ તેમાં આગ લાગી હતી. જેનો ધુમાડો દૂર સુધી દેખાયો હતો.