નેપાળથી નશીલા પદાર્થ લાવી સુરતમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરાયો, ૨ લોકોની ધરપકડ કરાઈ

સુરત, સારોલીમાં ચરસ ઝડપાયું છે. સરોલી પોલીસે ચોક્કસ બાતમીના આધારે નશીલા પદાર્થોની હેરફેર અને વેચાણના કૌભાંડને ઝડપી પાડવાની કવાયતના ભાગરૂપે ૮ કિલો ચરસ ઝડપી પાડ્યું છે. ૨ નેપાળી યુવાનોની ધરપકડ કરી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

સારોલી પોલીસે બાતમીના આધારે નશીલો પદાર્થ ઝડપી પાડ્યો છે. પોલીસને માહિતી મળી હતી કે ૮ કિલો ચરસ લાવવામાં આવ્યું છે. સુરત ના સીમાડા ચેકપોસ્ટ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી અનુસારના બે ૨ યુવકો નજરે પડતા તેમની અટકાયત કરી તલાસી લેતા ચરસ ઝડપાયું હતું. સરોલી પોલીસે કુલ ૧૧ લાખ રૂપિયાનું ચરસ કબ્જે કર્યું છે.ગુનામાં સંડોવાયેલા ૨ નેપાળી યુવકો ની ધરપકડ પણ કરાઈ છે. આ બને ચરસનો જથ્થો નેપાળથી લાવ્યા હતા. જથ્થો કોણે માહિતી બહાર લાવવા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.