નેપાળની ચૂંટણીમાં બોલીવુડની એક્ટ્રેસ મનીષા કોયરાલા પ્રચાર કરવા જશે


મુંબઇ,
નેપાળમાં આગામી ૨૦ નવેમ્બરે ચૂંટણી થવાની છે. આ ચૂંટણીમાં જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ મનીષા કોઈરાલા પણ પ્રચાર કરે તેવા સંકેતો છે. મનીષા હિન્દુ સમર્થક પાર્ટી માટે પ્રચાર કરવા જઈ રહી છે. મનીષા પોતે નેપાળના રાજકારણ સાથે સંબંધ રાખે છે. તે નેપાળના પહેલા ચૂંટાયેલા વડાપ્રધાન અને નેપાળી કોંગ્રેસના સંસ્થાપક બિશ્વેશ્વર પ્રસાદ કોઈરાલાની પૌત્રી છે.

મનીષાએ નેપાળમાં ચૂંટણી પ્રચાર અંગે જાહેરાત કરી છે. તેણે કહ્યું છે કે, તે નેપાળમાં ૨૦ નવેમ્બરે યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા હિન્દુ તરફી રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી માટે પ્રચાર કરશે. બોલીવૂડ અભિનેત્રી મનીષા કોઇરાલાએ જણાવ્યું છે કે, પ્રગતિશીલ રાજકારણના નામે પરંપરાગત અને રાષ્ટ્રવાદી પરિબળોને બાકાત રાખવાથી દેશને ઘણું નુક્સાન થયું છે. આથી તેઓ લોકોને રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (આરપીપી)ને મત આપવાની અપીલ કરશે.

નેપાળના પહેલા ચૂંટાયેલા વડાપ્રધાન અને નેપાળી કોંગ્રેસના સંસ્થાપક બિશ્ર્વેશ્ર્વર પ્રસાદ કોઈરાલાની પૌત્રી મનીષા કોઈરાલા શુક્રવારે પાર્ટીની ઓછામાં ઓછી બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરવાની છે. નેપાળના પહેલા ચૂંટાયેલા વડાપ્રધાન અને નેપાળી કોંગ્રેસના સંસ્થાપક બિશ્ર્વેશ્ર્વર પ્રસાદ કોઈરાલાની પૌત્રી મનીષા કોઈરાલા શુક્રવારે પાર્ટીની ઓછામાં ઓછી બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરવાની છે. બોલિવૂડ અભિનેત્રી મનીષા કોઈરાલાએ ટ્વીટ કર્યું હતું કે, હું મારા વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડો સમય કાઢીને ઘરે જઈને રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીનો પ્રચાર કરી રહી છું. રાજેન્દ્ર લિંગ્ડેનના સ્વરૂપે રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીને યુવાન, ગતિશીલ અને દીર્ઘદૃષ્ટા નેતા મળ્યા છે.

મનીષા કોઇરાલાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રગતિશીલ રાજકારણ અને કોમી વૈમનસ્યતાના નામે પરંપરાગત અને રાષ્ટ્રવાદી પરિબળોના બહિષ્કારને કારણે દેશના સામાજિક અને રાજકીય તાણાવાણાને ભારે નુક્સાન થયું છે. આપણે તેને સરખું કરવાની જરૂર છે. હું કદાચ વધુ વિસ્તારોમાં પ્રવાસ ન કરી શકું, પરંતુ કૃપા કરીને આરપીપીને મત આપો. જય નેપાળ.

નેપાળમાં ૨૦ નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થવાનું છે અને બોલિવૂડ અભિનેત્રી મનીષા કોઇરાલાએ હિન્દુ તરફી રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (આરપીપી) માટે પ્રચાર કરવાનો નિર્ણય કર્યો છે.