
કાઠમાંડૂ, નેપાલના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડના ભારત યાત્રાની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે. હવે આ યાત્રાની તારીખ પર લગભગ ઓપચારીક જાહેરાત થઇ ચૂકી છે. નેપાલ પીએમ ૩૧ મે થી ભારતના ૪ દિવસના પ્રાવાસે આવી રહ્યા છે.
નેપાલના વિદેશ મંત્રાલયના સૂત્રો અનુસાર નેપાલ પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ ૩ જુનના રોજ પરત જશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સેવા લમસાલે પુષ્ટી કરી છે કે, આ યાત્રાની તૈયારી શરુ થઇ ગઇ છે.
તમને જણાવી દઇએ કે, નેપાલના પીએમ પ્રંચડનો ભારત પ્રવાસ ઘણા કારણોના લીધે ત્રણ વાર ટાળવામાં આવ્યો હતો. ૬૮ વર્ષીય નેતા દહલ ગયા વર્ષે ડિસેમ્બરમાં ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા બાદ ભારતની આ તેમની પહેલી યાત્રા છે.
પર્ચંડે કહ્યુ કે, થોડા સમય પહેલા યાત્રા માટે તૈયારી કરવામાં આવી રહી હતી. પરતુ ભારતમાં ચૂંટણીના કારણે તે યાત્રાને થોડા સમય માટે સ્થગીત કરવાનો અનુરોધ કર્યો હતો. ત્યાર બાદ ૨૯ મે ના આ બજેટ રજુ કરવાના હતુ. એટલા માટે યાત્રા ના થઇ શકી
આ પહેલા નેપાલી સમાચાર પત્ર કાતિપુરને આપવામાં આવેલ એક સાક્ષાતકારમાં પીએમ પ્રચંડે કહ્યુ કે, જ્યારે તે પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા હતા. ત્યારે તેમણે સૌથી પહેલા પ્રવાસ ચીનનો કર્યો હતો. પરંતુ હવે તેમને લાગે છે કે, તે તેમની સૌથી મોટી ભૂલ હતી.
પ્રચંડે કહ્યુ કે, આ વખતે આ વિશ્ર્વાસ સાથે ભારતની યાત્રી કરી રહ્યુ છુ કે, નવો ઇતિહાસ રચવામાં આવશે. તેમણે કહ્યુ કે, આ વખેત વિશ્ર્વાસ છે કે, નેપાલ યાત્રાથી કઇ નહી મળે. મારુ માનવુ છે કે, નેપાલ ભારત સંબધ એક નવી ઇચાઇ પર લઇ જવામાં આવશે.