કાઠમાંડૂ, નેપાળમાં ફરી એક વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. કાઠમાંડુમાં આજે સવારે ૪.૧૭ વાગ્યે રિક્ટર સ્કેલ પર ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પહેલા કાઠમાંડુમાં રવિવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, જેની તીવ્રતા ૬.૧ માપવામાં આવી હતી. આ ભૂકંપને કારણે ૨૦ મકાન વસ્ત થઇ ગયા હતા જ્યારે અન્ય કેટલાક મકાનને નુક્સાન થયું હતું.
નેપાળના પાટનગર કાઠમાંડુમાં રવિવાર સવારે ૭.૩૯ વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર ધાડિંગ જિલ્લામાં હતું. ભૂકંપના ઝટકા બાગમતી અને ગંડકી પ્રાંતના અન્ય જિલ્લામાં પણ અનુભવાયા હતા. કાઠમાંડુથી ૯૦ કિલોમીટર પશ્ચિમમાં સ્થિત ધાડિંગ જિલ્લાના જ્વાલામુખી દેહાત નગરપાલિકામાં ૨૦ મકાન નષ્ટ થઇ ગયા હતા અને ૭૫ અન્ય મકાન ક્ષતિગ્રસ્ત થઇ ગયા હતા. નેપાળમાં ધરતી મુખ્ય રીતે ચાર પરત પર બનેલી છે. ઇનર કોર, આઉટર કોર, મેનટલ અને ક્રસ્ટ. ક્રસ્ટ અને ઉપરી મેનટલ કોરને લિથોસ્ફેયર કહે છે. આ ૫૦ કિલોમીટરની પરત કેટલાક વર્ગમાં વહેંચાયેલી છે, જેને ટેકટોનિક પ્લેટ્સ કહેવામાં આવે છે. પૃથ્વીની અંદર ૭ પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ હલે છે તો ભૂકંપના ઝટકા અનુભવાય છે.