
નેપાળમાં એક ભારતીય પેસેન્જર બસ મર્સ્યાંગડી નદીમાં પડી જતાં ઓછામાં ઓછા ૧૧ લોકોનાં મોત થયાં હતાં. અહેવાલો અનુસાર, આ દુર્ઘટના તનાહુન જિલ્લાના આઈના પહાડામાં થઈ હતી. સશ પોલીસ દળો નેપાળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ સ્કૂલના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) માધવ પૌડેલના નેતૃત્વમાં ૪૫ કર્મચારીઓની ટીમ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, લગભગ ૧૦ થી ૧૧ મૃતદેહ મળી આવ્યા છે.
મળતી માહિતી મુજબ, શુક્રવારે ગોરખપુરથી નેપાળ જઈ રહેલી મુસાફરોને લઈને જઈ રહેલી ભારતીય બસને અકસ્માત નડ્યો હતો. બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. તનહુનના એસપી બિરેન્દ્ર શાહીએ અકસ્માતની માહિતી આપી છે. સ્થાનિક પોલીસ ઓફિસના ઈન્સ્પેક્ટર અબુ ખૈરેની ઘટનાસ્થળે હાજર છે. સેના અને સશસ્ત્ર દળોને જાણ કરવામાં આવી છે. બસનો નંબર યુપી એફટી ૭૬૨૩ હોવાનું કહેવાય છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
દરમિયાન, ઉત્તર પ્રદેશના રાહત કમિશનરે કહ્યું કે નેપાળની ઘટના અંગે, અમે એ જાણવા માટે સંપર્ક સ્થાપિત કરી રહ્યા છીએ કે બસમાં ઉત્તર પ્રદેશનો કોઈ વ્યક્તિ હતો કે કેમ. ઘટના અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. આ વર્ષની શરૂઆતમાં નેપાળની ત્રિશૂલી નદીમાં બે બસમાં મુસાફરી કરી રહેલા ૬૫ લોકો વહી ગયા હતા. ત્યારબાદ કાઠમંડુ જતી એન્જલ બસ અને ગણપતિ ડીલક્સ બસ અકસ્માતનો ભોગ બની હતી. બસ કાઠમંડુથી રૌતહાટ જઈ રહી હતી. વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે આ ઘટના બની હતી.