
નેપાળના પીએમ ઓલીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની બેઠકમાં સાંસદ દીપક બહાદુર સિંહના પ્રશ્ર્નનો જવાબ આપતાં કહ્યું હતું કે ઐતિહાસિક તથ્યો અને પુરાવાઓના આધારે સરહદનો મુદ્દો ઉકેલવામાં આવશે. એમપી સિંહે સવાલ કર્યો હતો કે નેપાળ ’ચુચ્છે નક્સા’ (નકશા)માં સમાવિષ્ટ દારચુલાના લિપુલેક, કાલાપાની અને લિમ્પિયાધુરાની જમીનનો ઉપયોગ ક્યારે કરી શકશે. જવાબમાં ઓલીએ કહ્યું કે, ’સુગૌલી સંધિ, વિવિધ નકશાઓ, ઐતિહાસિક તથ્યો અને પુરાવાઓના આધારે નેપાળ સરકાર ભારત સરકાર સાથે વાતચીત અને કૂટનીતિ દ્વારા સરહદ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે. ૧૮૧૬ની ’સુગૌલી સંધિ’ અનુસાર, ઉપરોક્ત ત્રણેય વિસ્તારો અને કાલી નદીની પૂર્વની તમામ જમીન નેપાળની છે.
વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ ૨૭૫ સભ્યોની પ્રતિનિધિ સભામાં ૧૮૮ મત મેળવીને વિશ્ર્વાસનો મત જીત્યો છે. તમને જણાવી દઈએ કે વિશ્ર્વાસ મત જીતવા માટે તેમને ૧૩૮ વોટની જરૂર હતી, જે તેમને મળેલા વોટ કરતા ૫૦ વધુ છે. માહિતી અનુસાર, સંસદમાં હાજર ૨૬૩ સાંસદોમાંથી ૧૮૮એ વિશ્ર્વાસ પ્રસ્તાવની તરફેણમાં જ્યારે ૭૪એ વિરોધમાં વોટિંગ કર્યું, જ્યારે એક સાંસદે વોટિંગમાં ભાગ લીધો ન હતો.
અગાઉ, કેપી શર્મા ઓલીની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-યુનિફાઇડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ (ઝ્રઁદ્ગ-ેંસ્ન્) એ નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડની કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ-માઓવાદી કેન્દ્ર પાસેથી સમર્થન પાછું ખેંચી લીધું હતું. આ પછી પુષ્પ કમલ દહલ પ્રચંડે સંસદમાં વિશ્ર્વાસ મત ગુમાવ્યા બાદ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું.