નીતા અંબાણીએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં ટેકવ્યુ માથુ, આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સની જીત માટે પ્રાર્થના કરી

અમૃતસર,દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી આઇપીએલ ૨૦૨૩માં મુંબઈ ઈન્ડિયન્સ ની જીત માટે પ્રાર્થના કરવા માટે અમૃતસર પહોંચ્યા હતા. નીતા અંબાણીએ શ્રી હરમંદિર સાહિબમાં દર્શન કર્યા અને મુંબઈ ઈન્ડિયન્સની જીત માટે પ્રાર્થના કરી. જે સમયે નીતા અંબાણી સુવર્ણ મંદિર પહોંચ્યા તે સમયે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ ૧૧ વચ્ચે મેચ ચાલી રહી હતી. તેમની પ્રાર્થનાની અસર કહી શકો કે ગઈકાલે રાત્રે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને ૧૧ રને હરાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે નીતા અંબાણી એમઆઇ ટીમની જર્સી પહેરીને સુવર્ણ મંદિર પહોંચ્યા અને ત્યાર બાદ સીધા જ માહિતી કેન્દ્ર પહોંચ્યા. જ્યાં તેમણે શીખ રિવાજ મુજબ ગુલાબી ચુન્નીથી માથું ઢાંક્યું હતું. આ પછી તેમણે પરિક્રમા કરી અને ગુરૂઘરમાં માથું નમાવ્યું.પ્રસાદ લીધા બાદ શ્રી અકાલ તખ્ત સાહિબ પર પણ નમન કર્યું.

આઇપીએલ ૨૦૨૩માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમની સ્થિતિ એટલી મજબૂત નથી, પરંતુ બુધવારે મોડી રાત્રે સુવર્ણ મંદિર પહોંચ્યા બાદ નીતા અંબાણીની પ્રાર્થના સ્વીકારવામાં આવી હતી. ગઈકાલે રાત્રે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને ૧૧ રને હરાવ્યું હતું. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સના નેટ રન રેટમાં પણ સુધારો થયો છે અને પોઈન્ટ ૮ થી વધીને ૧૦ થઈ ગયા છે. કિંગ્સ ૧૧ની ટીમને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હવે ૭માં સ્થાને આવી ગઈ છે. ખાસ વાત એ હતી કે મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર ૧૧થી હરાવ્યું હતું. આ મેચ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૨૧૪ રન બનાવ્યા હતા જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે લક્ષ્યનો પીછો કરતા ૧૮.૫ ઓવરમાં ૪ વિકેટે ૨૧૬ રન બનાવીને મેચ જીતી લીધી હતી.