NEET ની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડની તાપસ માટે SIT ની રચના

NEET ની પરીક્ષામાં ચોરી

NEET ની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્ર મામલે રચવામાં આવી એસઆઇટી પંચમહાલ પોલીસ દ્વારા કરાઈએસઆઇટીની રચના એસઆઇટીમાં પંચમહાલ જિલ્લા પોલીસવડા, ગોધરા ડીવાયએસપી, બે પીઆઇ અનેપીએસઆઇ નો કરાયો સમાવેશ એસ.આઇ.ટી દ્વારા ગઈકાલે ઝડપવામાં આવેલા પરશુરામ રોયની શરૂ કરાઈ સઘન પુછપરછ  એસ.આઇ.ટી દ્વારા પરશુરામ રોયની રોય ઓવરસીઝ નામની કંપની જે વડોદરામાં આવેલી છે ત્યાં કરાયું સીઝર રોય ઓવરસીઝ માંથી કોમ્પ્યુટર લેપટોપ અને અન્ય દસ્તાવેજો પણ કરાયા કબજેપોલીસે ફરાર તુષાર ભટ્ટ અને આરીફ વોરા ને ઝડપી પાડવા માટે પણ અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી

ગોધરા શહેરના પરવડી ચોકડી પાસે આવેલા જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષામાં સેન્ટર સુપરિટેન્ડેન્ટ સહિત ત્રણ ઈસમો દ્વારા એક પરીક્ષાર્થી દીઠ 10 લાખ લઇને ચોરી કરાવતા હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં તપાસમાં ત્રણ ઈસમોના નામ ખુલતા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગોધરા તાલુકા મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસની ધમધમાટ શરૂ કરી દેવામાં આવી હતી.

જ્યારે અન્ય આરોપી તુષાર ભટ્ટની એક ચોંકાવનારી વિગત સામે આવી છે. તુષાર ભટ્ટને વર્ષ 2023માં પસમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘ રજીસ્ટર, મૂળ ઝારખંડના સંઘના અને મધ્ય ગુજરાતના વિસ્તારક બનાવવામાં આવ્યા હતા. જ્યારે ઝારખંડના રાજકીય સંસ્થાનો સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

ગોધરામાં NEET ની પરીક્ષામાં ચોરી

ગોધરામાં NEET ની પરીક્ષામાં ચોરી

બહુચર્ચીત ગોધરામાં NEET ની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડના પર્દાફાસમાં મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અંગે આવી ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં તુષાર ભટ્ટને વર્ષ 2023માં પસમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘ રજીસ્ટર, મૂળ ઝારખંડના સંઘના અને મધ્ય ગુજરાતના વિસ્તારક બનાવવામાં આવ્યા હતા અને તુષાર ભટ્ટ પસમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘ રજીસ્ટર, મૂળ ઝારખંડના સંઘ દ્વારા વર્ષ 2023માં યોજવામાં આવેલી વર્ચ્યુલ મિટિંગમાં પણ જોડાયા હોવાના ફોટા સામે આવ્યા છે.

જેમાં તુષાર ભટ્ટ ઝારખંડના રાજકીય સંસ્થાનો સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. તુષાર ભટ્ટ શિક્ષણની સાથે રાજકીય ક્ષેત્ર સાથે પણ સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે અને તુષાર ભટ્ટ અને આરીફ વોરા હજુ પોલીસ પકડથી દૂર છે. ત્યારે તુષાર ભટ્ટ ઝડપાય તો મોટા ખુલાસા થવાની પ્રભળ શક્યતાઓ સેવાઇ રહી છે.

આ પણ વાંચો : ગોધરા ખોટા દસ્તાવેજથી જમીન પચાવી પાડવાના બી ડીવીઝન પોલીસ મથકના ગુનામાંં વોન્ટેડ આરોપીને એલ.સી.બી.પોલીસે ઝડપ્યો

NEET પરીક્ષામાં ચોરી

NEET પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડ મામલે એસઆઇટી બનાવવામાં આવી છે. પંચમહાલ પોલીસ દ્વારા કરાઈ એસઆઇટીની રચના કરાઈ છે, એસઆઇટીમાં પંચમહાલ જિલ્લા પોલીસવડા, ગોધરા ડીવાયએસપી, બે પીઆઇ અને પીએસઆઇ સમાવેશ કરાયો છે. એસ.આઇ.ટી દ્વારા ગઈકાલે ઝડપવામાં આવેલા પરશુરામ રોયની સઘન પુછપરછ કરાઈ રહી છે, એસ.આઇ.ટી દ્વારા પરશુરામ રોયની ઓવરસીઝ નામની કંપની જે વડોદરામાં આવેલી છે ત્યાં રોય ઓવરસીઝમાંથી કોમ્પ્યુટર, લેપટોપ અને અન્ય દસ્તાવેજો પણ કબજે કરાયા છે.

ગોધરા શહેરના પરવડી ચોકડી પાસે આવેલા જય જલારામ સ્કૂલમાં બહુચર્ચિત નીટની પરીક્ષાને લઈને જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરિફ વોરા નામના ઈસમ સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

You May Also Be Interested in Other Topics –
1.NEET પરિક્ષા ના આરોપી
2.delhi mumbai expressway accident today
3.જિલ્લા શિક્ષણ અધિકારી