
- જો કે સુપ્રીમ કોર્ટે નીટ કાઉન્સિલિંગ ૨૦૨૪ પર રોક લગાવી નથી.
આખરે નીટમાં ધાંધલીના આરોપો વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મોટું પગલું ભર્યું છે. પરીક્ષાનું આયોજન કરનારી રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એટલે કે એનટીએએ નીટ યુજી ૨૦૨૪ ગ્રેસ માર્ક્સ પાછા ખેંચ્યા છે. આ સાથે જ ૧૫૬૩ વિદ્યાર્થીઓનો નીટ સ્કોરકાર્ડ રદ કર્યો છે. આ એ વિદ્યાર્થીઓ છે જેમને નીટ ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા. હવે આ વિદ્યાર્થીઓના નીટ રિઝલ્ટ રદ કરવામાં આવ્યા છે.
આ સાથે જ એનટીએએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે આ ૧૫૬૩ વિદ્યાર્થીઓ માટે ફરીથી નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વધુમાં કહ્યું છે કે ૩૦ જૂન પહેલા આ રી નીટ એક્ઝામનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે. એનટીએએ કહ્યું કે આ ૧૫૬૩માંથી જે ફરીથી પરીક્ષા નહીં આપે તેમને ગ્રેસ માર્ક્સ મળશે નહીં. બધા ફરીથી એક્ઝામ નહીં આપી શકે. એનટીએ તરફથી કહેવાયું છે કે ૧૫૬૩ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ૨૩ જૂને આયોજિત કરાશે અને ૩૦ જૂન સુધીમાં પરિણામ જાહેર કરી દેવાશે.
૧૫૬૩ વિદ્યાર્થીઓના નીટ પરિણામ રદ થવાની અને તેના માટે નીટ રી એક્ઝામ થયા બાદ ફાઈનલ સ્કોરની અસર સમગ્ર નીટ મેરિટ યાદી પર પડશે. આ વિદ્યાર્થીઓના માર્ક્સ બદલાતા તેમની નીટ ઓલ ઈન્ડિયા રેક્ધિંગ પણ બદલાશે. આ સાથે જ આખી નીટ ૨૦૨૪ મેરિટ લીસ્ટ પણ બદલાઈ જશે. લાખો બાળકોના રેન્કિંગ પર અસર પડશે. આવામાં એટીએએ ફરીથી નીટ રેક લીસ્ટ ૨૦૨૪ બહાર પાડવાની જરૂર પડશે.
જો કે સુપ્રીમ કોર્ટે નીટ કાઉન્સિલિંગ ૨૦૨૪ પર રોક લગાવી નથી. નીટ યુજી કાઉન્સિલિંગમાં કોઈ અડચણ ન આવે આ માટે જેમ બને તેમ જલદી નીટ પરીક્ષા ફરીથી લેવાઈ રહી છે અને એક અઠવાડિયાની અંદર પરિણામની ડેટ પણ નક્કી કરી દેવાઈ છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ સુનાવણી હાથ ધરી. સુપ્રીમ કોર્ટે એકવાર ફરીથી કાઉન્સિલિંગ પર રોક લગવવાનો ઇન્કાર કરી દીધો. કોર્ટે ૪ જૂનના રોજ નીટના પરિણામ બાદ દાખલ અરજીઓ પર એનટીએને નોટિસ પાઠવી. કોર્ટે કહ્યું કે આ અરજીઓ પર પહેલેથી પેન્ડિંગ અરજીઓ સાથે ૮ જુલાઈએ સુનાવણી થશે. કોર્ટે કહ્યું કે જો પરીક્ષા કેન્સલ થાય તો પછી બધી ચીજો કેન્સલ થઈ જશ. આથી ચિંતાની કોઈ વાત નથી.
અત્રે જણાવવાનું કે નીટ પ્રવેશ પરીક્ષામાં મોટી સંખ્યામાં એઈઈટી યુજી ૨૦૨૪ ઉમેદવારોના સારા પ્રદર્શન પર હંગામો મચ્યો છે. હંગામો એ વાતનો છે કે ૬૭ ઉમેદવારોએ ૭૨૦માંથી ૭૨૦ નો સ્કોર કર્યો છે. આજે કોર્ટે નીટ કાઉન્સિલંગ પર રોક લગાવવાની ના પાડી દીધી. એમબીબીએસ, બીડીએસ અને અન્ય કોસસમાં પ્રવેશ માટે કાઉન્સિલિંગ ૬ જુલાઈથી શરૂ થશે.
૪ જૂનના રોજ એજન્સીએ નીટ યુજી ૨૦૨૪ ના પરિણામ જાહેર કર્યા હતા અને માર્કિંગ સ્કીમ પર ચિંતા જતાવી. સુપ્રીમ કોર્ટમાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા દાખલ એક રિટ અરજીમાં પેપર લીકના આરોપોમાં પરીક્ષાની સેન્ટિટી પર શંકા ઉઠાવવામાં આવી હતી અને કોર્ટને તેને રદ કરવા તથા એનટીએને પરીક્ષા ફરીથી આયોજિત કરવા માટે નિર્દેશ આપવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.