મેડિકલ પ્રવેશ પરીક્ષા ‘નીટ’ ની બબાલ વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા યોજાયેલી યુજીસી નીટ પરીક્ષા રદ થયા બાદ દેશભરમાં આક્રોશ અને ચર્ચાનો વિષય બની ગયો છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, તેઓ જાણવા માંગે છે કે, ફરી ક્યારે પરીક્ષા લેવાશે?, ત્યારે હવે આ મામલે શિક્ષણ મંત્રાલયે જવાબ આપ્યો છે.
યુજીસી-નેટની પરીક્ષા રદ કરવામાં આવ્યા બાદ શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, યુજીસી-નેટની પરીક્ષા અંગે કોઈપણ ફરિયાદ મળી નથી. આ બાબતમાં સરકારે પોતે યાન આપી પરીક્ષા રદ કરી દીધી છે. અધિકારીઓએ એવું પણ કહ્યું કે, પરીક્ષાની નવી તારીખો ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગઈકાલે ૧૮મી જૂને દેશના જુદાં જુદાં શહેરોમાં (ઓએમઆર) પેન અને પેપર બંને મોડમાં આ પરીક્ષા લેવામાં આવી હતી. જોકે, આ પરીક્ષાનું પેપર લીક થયાની ફરિયાદ મળી હતી. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળના સાયબર ક્રાઈમ કો ઓડનેશન સેન્ટરના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટને ચોક્કસ ઈનપૂટ પ્રાપ્ત થયા હતા. તે અનુસાર આ પરીક્ષાનું પેપર લીક થયાનું કન્ફર્મ થયું હતું.
આ રીપોર્ટ બાદ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે ગઈકાલે યોજાયેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે નવેસરથી પરીક્ષા યોજાશે. તેની તારીખ સહિતની વિગતો હવે પછી જાહેર કરાશે. સાથે સાથે પેપર લીક થવાની સમગ્ર ઘટનાની તપાસ પણ સીબીઆઈને સોંપાવમાં આવી છે. એક સત્તાવાર યાદી અનુસાર બિહાર પોલીસની આથક ગુના અપરાધ નિવારણ શાખા પાસેથી સમગ્ર અહેવાલ મેળવવામાં આવી રહ્યો છે. તે મળ્યા બાદ સરકાર આગળની કાર્યવાહી કરશે.
યુજીસી નેટનું ફોર્મ ૧૧ લાખથી વધુ ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. તેમાંથી ૮૧ ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દેશભરના ૩૧૭ શહેરોમાં આ પરીક્ષા યોજાઈ હતી. ૧૮ જૂને પરીક્ષા થઈ પણ નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ ડિવિઝનને પરીક્ષામાં ગેરરીતિઓની ફરિયાદ મળ્યા પછી તપાસ શરૂ કરી. તપાસમાં માલુમ પડ્યું કે, શિક્ષણ સંસ્થાઓના ઓનલાઈન ચેટ ફોરમ પર યુજીસી નેટના પ્રશ્ર્ન પત્રો અને સોલ્વ્ડ પેપર વિશે વાતચીત ચાલી રહી છે. ત્યાર પછી નેટની પરીક્ષા જ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.
યુજીસી નેટની પરીક્ષા રદ કરવામાં આવી હોય તેવું પહેલીવાર બન્યું છે. દેશમાં છેલ્લા કેટલાય સમયથી અનેક મહત્વની પરીક્ષાઓના પેપર ફૂટયાં હોય અને પરીક્ષા રદ કરવી પડી હોય તેનો સિલસિલો ચાલી રહ્યો છે. તેમાં હવે યુજીસી નેટનો પણ ઉમેરો થતાં અયાપક બનવા માટે તૈયારી કરતા ઉમેદવારો હતાશ થઈ ગયા છે. કેન્દ્ર સરકારે પરીક્ષા રદ કરવાની સાથે પેપર લીક થવા અંગે સીબીઆઈ તપાસના આદેશો આપ્યા છે.