નીટની પરીક્ષામાં થયેલ ચોરી કૌભાંડને લઈ આપ પાર્ટી દ્વારા ફરી પરીક્ષા થાય તેને લઈ આવેદન અપાયું

  • સરકારની તપાસ એજન્સી Settlement Investigation Team ઝયફળ તરીકે કામ કરે તો મોટા અને મુખ્ય કૌભાંડીઓ બચી જાય છે.

ગોધરા, મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરવા માટે રાષ્ટ્રીય લેવલની પ્રવેશ પરીક્ષા National Eligibility Entrance Test (NEET) ચાલું વર્ષે લેવામાં આવી. જેમાં દેશના વિવિધ રાજ્યોમાં પરીક્ષા બાબતે ઘણી ગેરરીતિઓ સામે આવી છે જેના કારણે પરીક્ષા આયોજન કરનાર સંસ્થા NTA ની પારદર્શિતા પર સવાલ ઉઠ્યાં છે અને વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી વિરોધ કરવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી એ પણ NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિના મામલે અવાજ ઉઠાવ્યો છે. આજરોજ પંચમહાલ જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જીલ્લા નિવાસી કલેકટરને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ સંદર્ભે જીલ્લા પ્રમુખ એ જણાવ્યું છે કે, સમગ્ર દેશના તેજસ્વી અને મહેનતું વિદ્યાર્થીઓની મહત્વકાંક્ષી એવી ડોક્ટર બનવાની પ્રવેશ પરીક્ષા NEET એ રાષ્ટ્રીય લેવલની છે અને ખુબ મહત્વની છે. આવી પરીક્ષામાં પણ ગેરરીતિઓ સામે આવી છે આ અતિગંભીર છે. ગોધરામાં વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઈને પરીક્ષા પાસ કરી આપવાનું કોભાંડ સામે આવ્યું. બિહારમાં NEET નું પેપર લીક થયાની FIR થઇ જેમાં અનેક વિદ્યાર્થીઓ ને અગાઉથી જ પ્રશ્નપત્ર મળી ગયું હોવાની રજૂઆત છે. ગુજરાતમાં મહારાષ્ટ્ર, ઓરિસ્સા, બિહાર, ઝારખંડ જેવા રાજ્યો માંથી પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા તથા પરીણામમાં જોઇએ તો 67 વિદ્યાર્થીઓને 720 માંથી 720 માર્કસ છે. આમાંથી ઘણા વિદ્યાર્થીઓ એક જ પરીક્ષા કેન્દ્રના હોવાનું સામે આવ્યું આવી ઘટનાઓ પરીક્ષાની પારદર્શિતા ઉપર સવાલ ઉભા કરે છે અને ભરપુર ગેરરીતિઓ થઈ હોવાનું દેખાય છે. ત્યારે સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ પર અને ઘટનાઓની તપાસ સરકાર દ્વારા તટસ્થ રીતે કરવામાં આવે તે માટે લોકોનો અવાજ છે. સરકાર દ્વારા તપાસ કરવા SIT ની રચના કરવામાં આવી છે, પરંતુ આ તપાસ એજન્સી સરકારના પક્ષે રહીને Settlement Investigation Team ઝયફળ તરીકે કામ કરતી હોય તેવું જણાય છે. કારણ કે મોટા અને મુખ્ય કૌભાંડીઓ બચી જવાની શકયતા રહે છે તેથી CBI તપાસ થવી જોઈએ તેવું આક્ષેપો સાથે કહ્યું હતું અને પરીક્ષા જ રદ કરીને નવેસરથી લેવા માટે માગણી સરકાર સમક્ષ કરી છે.

પરીક્ષા લેતી NTA સંસ્થા ઉપર પણ સવાલ ઉઠાવ્યો છે અને કહ્યું હતું કે દેશના લોકોને ગઝઅ ની પરીક્ષા લેવાની પદ્ધતિ કે આયોજન પર ભરોસો રહ્યો નથી, તેથી વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. તેથી આ જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તે અવિશ્વાસની દરખાસ્ત જ છે.

જો NTA પરીક્ષા લેવામાં અસક્ષમ હોય તો અન્ય સક્ષમ સંસ્થાને પરીક્ષાના આયોજનની જવાબદારી આપવામાં આવે સહિતની માંગણીઓ આવેદનપત્રમાં કરી છે તથા પંચમહાલ જીલ્લાના નવા સાંસદ સભ્યને પણ આ બાબત સંસદ ગૃહમાં રજૂ કરવા લેખિત રજૂઆત કરી છે.