નીટ પરીક્ષા ચોરીના ષડયંત્રમાં મોટો ખુલાસો : 4 વિધાર્થીઓએ 66 લાખ રોકડા પરશુરામ રોયને જમાં કરાવ્યા

  • 7 વિધાર્થીઓએ પરશુરામ રોય અને તુષાર ભટ્ટને 2.82 કરોડના ચેક આપ્યા

ગોધરા,ગોધરા નીટ પરીક્ષામાં ગેરરિતી આચરવાના ષડયંત્ર મામલે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થવા પામ્યો છે. નીટ પરીક્ષામાં 16 વિધાર્થીઓ પૈકી 12 વિધાર્થીઓના નામની યાદી સામે આવી છે. 12 વિધાર્થીઓ પૈકી 2 વિધાર્થીઓ ગોધરા અને 10 વિધાર્થીઓ થર્મલ ખાતે નીટ પરીક્ષા આપવાના હતા.

નીટ પરીક્ષામાં ચોરી કરવાના ષડયંત્રમાં પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે,12 વિધાર્થીઓ પૈકી 4 વિધાર્થીઓએ વર્ષ-2023માં વડોદરાના પરશુરામ રોય ઓવરસીઝ નામની કંપનીમાં અને પરશુરામ રોયના બેંક ખાતામાં 66 લાખ રૂપિયા રોકડમાં જમાં કરાવ્યા હતા. નીટ પરીક્ષા ચોરીમાં 7 વિધાર્થીઓએ પરશુરામ રોય અને તુષાર ભટ્ટને રૂ.2.82 કરોડના ચેક આપ્યા હોવાનુ પણ સામે આવ્યુ હતુ. જયારે 3 વિધાર્થીઓએ પરશુરામ રોય અને તુષાર ભટ્ટને બ્લેક ચેક આપ્યા હોવાનુ પણ તપાસમાં આવ્યુ છે. નીટ પરીક્ષામાં ચોરીના ષડયંત્રમાં પોલીસ તપાસમાં જે રીતે પ્રતિદિન ખુલાસા થઈ રહ્યા છે તે જોતા આવનાર દિવસોમાં વધુ ખુલાસા થઈ શકે છે.