નીટ પરીક્ષા ચોરી પ્રકરણમાં જય જલારામ સ્કુલના ચેરમેન દિક્ષિત પટેલની મોડીરાત્રે અટકાયત કરાઈ : સીબીઆઈની સ્પે.કોર્ટમાંં રીમાન્ડ માટે રજુ કરાશે

બહુચર્ચીત નીટ પરીક્ષા ચોરીના કૌભાંડમાં તપાસ કરતા એજન્સી દ્વારા એક પછી એક આરોપીઓની અટકાયત કરાઈ રહી છે. અગાઉ પકડાયેલ આરોપીઓ સાથે સંપર્ક ધરાવતા હોય એવા જય જલારામ સ્કુલના ચેરમેન દિક્ષિત પટેલની મોડી રાત્રે અટકાયત કરી મેડિકલ માટે સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં આરોપીને રીમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગોધરા નીટ પરીક્ષા ચોરીના કોૈભાંડની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. અને નીટ ચોરીના ષડયંત્રમાં પકડાયેલ પાંચ આરોપીઓ પૈકી ચાર આરોપીઓને સીબીઆઈ દ્વારા કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરાઈ હતી. જેમાં શનિવારના રોજ ચાર આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવતા સીબીઆઈ દ્વારા આરોપીઓની કસ્ટડી મળીને પુછપરછ હાથ ધરવામાં આવી છે. સાથે સીબીઆઈ દ્વારા જય જલારામ સ્કુલના ચેરમેન દિક્ષિત પટેલની અટકાયત કરી મોડી રાત્રે કરવામાં આવી અને મેડિકલ માટે સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા.

ગોધરાની જય જલારામ સ્કુલમાં નીટ પરીક્ષામાં ચોરીના કોૈભાંડની તપાસ આખરે સીબીઆઈને સોંપવામાં આવી છે. સીબીઆઈની ટીમ દ્વારા એક સપ્તાહની નીટ પરીક્ષા ચોરીના કેસની તપાસ હાથમાં લેતા વિવિધ પાસાઓ ઉપર તપાસ હાથ ધરી છે. નીટ પરીક્ષામાં ઝડપાયેલ આરોપીઓ પાસેથી 16 વિધાર્થીઓની લિસ્ટ પૈકીના ગુજરાત રાજયના 3 વિધાર્થીઓ અને વાલીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. નીટ પરીક્ષા ચોરીમાં સાક્ષીઓના નિવેદન સીબીઆઈ દ્વારા નોંધવામાં આવ્યા હતા. અને નીટ પરીક્ષામાં ચોરીના કોૈભાંડમાં ઝડપાયેલ પાંચ આરોપીઓ પૈકીના ચાર આરોપી તુષાર ભટ્ટ, આરીફ વોરા, પુરુષોત્તમ શર્મા, વિનોદ આનંદના રિમાન્ડ બંને કસ્ટડી મેળવવા માટે કોર્ટમાં અરજી કરી આરોપીઓને રજુ કરવામાં આવ્યા હતા. જેમાં શનિવારના રોજ કોર્ટ દ્વારા આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર કરતા સીબીઆઈ દ્વારા આરોપીઓની કસ્ટડી લેવામાં આવી હતી.અને સર્કિટ હાઉસ ખાતે ચારેય આરોપીઓની પુછપરછ હાથ ધરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા આરોપીઓની પુછપરછમાં મોટા નવા ખુલાસા થઈ શકે છે. સીબીઆઈ દ્વારા શનિવારે મોડી રાત્રિના સમયે જય જલારામ સ્કુલના ચેરમેન દિક્ષિત પટેલની અટકાયત કરવામાં આવી હતી અને અટકાયત બાદ દિક્ષિત પટેલને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ માટે લઈ જવાયા હતા. ગોધરા નીટ પરીક્ષા કોૈભાંડમાં પકડાયેલ આરોપીઓ સાથે દિક્ષિત પટેલ સંપર્ક ધરાવતા હોય ત્યાં શંકાના આધારે સીબીઆઈ દ્વારા જય જલારામ સ્કુલના ચેરમેનની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. ગોધરા નીટ પરીક્ષામાં ચોરીના ષડયંત્રની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી છે.