નીના ગુપ્તા- વિવિયન રિચર્ડ્સની દીકરી બીજીવાર પરણી:મસાબા ગુપ્તાએ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીના પૂર્વ પતિ સાથે કોર્ટ વેડિંગ કર્યાં,

મુંબઈ,

ફેશન ડિઝાઇનર તથા એક્ટ્રેસ મસાબા ગુપ્તાએ એક્ટર સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યાં છે. મસાબાએ સોશિયલ મીડિયામાં લગ્નની તસવીર શૅર કરી છે. નોંધનીય છે કે મસાબા તથા સત્યદીપ બંનેનાં આ બીજાં લગ્ન છે. મસાબાએ આ પહેલાં પ્રોડ્યુસર મધુ મન્ટેના સાથે લગ્ન કર્યાં હતાં, જ્યારે સત્યદીપે એક્ટ્રેસ અદિતી રાવ હૈદરી સાથે ફેરા ફર્યા હતા.

બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તા અને વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ્સની દીકરી મસાબાએ સોશિયલ મીડિયામાં લગ્નની તસવીર શૅર કરીને કહ્યું હતું, ’મારા શાંતિથી ભરેલા દરિયા સાથે મેં આજે સવારે લગ્ન કર્યાં. અમારા આવનારા અનેક જીવનમાં પ્રેમ, શાંતિ, સ્થિરતા તથા હાસ્ય… મને આ લખવા દેવા બદલ આભાર. આ ઘણું જ સારું રહેશે..’

મસાબા તથા સત્યદીપે આજે એટલે કે ૨૭ જાન્યુઆરીના રોજ કોર્ટ વેડિંગ કર્યા હતા. મસાબાએ પોતાના જ ન્યૂ બ્રાઇડલ કલેક્શનના આઉટફિટ પહેર્યા હતા અને સત્યદીપે પણ એ જ કલેક્શનના આઉટફિટ પહેર્યા હતા. મસાબાએ કહ્યું હતું કે તેમણે ઘણાં જ સાદગીથી લગ્ન કર્યાં હતાં. તેઓ માત્ર નિકટના પરિવારજનોની હાજરીમાં લગ્ન કરવા માગતા હતા. જોકે, તેઓ ૮૦-૮૫ લોકો સાથે પાર્ટી કરવાના છે.

સત્યદીપે મસાબા અંગે કહ્યું હતું, ’હું ’મસાબા મસાબા’ના સેટ પર પહેલી વાર તેને મળ્યો હતો. આ શોમાં મેં મસાબાના એક્સ હસબન્ડનો રોલ પ્લે કર્યો હતો. અમે આ દરમિયાન ઘણી વાતો કરી હતી. મસાબાને મળ્યા બાદ મારા જીવનમાં ઘણું સારું પરિવર્તન આવ્યું હતું.’

સત્યદીપનો જન્મ દિલ્હીમાં થયો છે અને તેણે દેહરાદૂનની ‘ધ દૂન’ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેણે દિલ્હીની સેન્ટ સ્ટિફન્સ કોલેજમાંથી મ્છ ઇન હિસ્ટ્રી કર્યું છે. સત્યદીપ દિલ્હીમાં કોર્પોરેટ લોઅર તરીકે કામ કરતો હતો. જોકે, ૨૦૧૦માં તે એક્ટર બનવા માટે મુંબઈ આવ્યો હતો. અહીં આવ્યા બાદ તેણે એક્ટ્રેસ અદિતી રાવ હૈદરી સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, ૨૦૧૩માં બંને અલગ થઈ ગયાં હતાં. ૨૦૧૧માં સત્યદીપે ’નો વન કિલ્ડ જેસિકા’થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. છેલ્લે તે ફિલ્મ ’વિક્રમ વેધા’માં જોવા મળ્યો હતો. સત્યદીપે વેબસિરીઝમાં પણ કામ કર્યું છે અને છેલ્લે સૈફ અલી ખાન સ્ટારર સિરીઝ ’તાંડવ’માં જોવા મળ્યો હતો.

મસાબા બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તાની દીકરી છે. નીના ગુપ્તા રિચર્ડ્સ સાથે હતું. ૧૯૮૦ના દાયકામાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ભારતના પ્રવાસે હતી ત્યારે રિચર્ડ્સની મુલાકાત નીના ગુપ્તા સાથે થઈ હતી. બન્ને વચ્ચે ઘણાં વર્ષ અફેર રહ્યું હતું અને આ દરમિયાન નીના પ્રેગ્નેટ થઈ હતી. ૧૯૮૯માં નીનાએ રિચર્ડ્સની પુત્રી મસાબાને જન્મ આપ્યો હતો. જોકે, રિચર્ડ્સે નીના સાથે લગ્ન કર્યા નહોતા. નીનાએ ૧૯૭૭માં અમલન કુસુમ ઘોષ સાથે લગ્ન કર્યા હતા. જોકે, ૧૯૭૮માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. નીનાએ ૨૦૦૮માં વિવેક મેહરા સાથે લગ્ન કર્યા હતા. મસાબા જાણીતી ફેશન ડિઝાઇનર છે. મસાબાએ ૨૦૧૫માં બોલિવૂડ પ્રોડ્યૂસર મધુ મન્ટેના સાથે લગ્ન કર્યા હતા. જોકે, ૨૦૧૯માં બંનેએ ડિવોર્સ લઈ લીધા હતા.