એનડીએ સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામ પર મહોર, રાજનાથ સિંહે રજૂ કરેલો પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર

  • ૨૨ રાજ્યોમાં ભવ્ય વિજય અપાવી સેવા કરવાની તક આપી: વડાપ્રધાન

લોક્સભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળ્યા બાદ નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોક્તાંત્રિક ગઠબંધન (એનડીએ)ની સાથે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા બ્લોક પણ દિલ્હીમાં સતત બેઠકો યોજી રહ્યા છે. આજે એનડીએ સંસદીય પક્ષની બેઠક મળી હતી જેમાં નરેન્દ્ર મોદીને સર્વાનુમતે સંસદીય પક્ષના નેતા તરીકે ચુંટી કાઢવામાં આવ્યા હતાં. મોદી ૯ જૂને વડાપ્રધાન પદના શપથ લેશે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)એ ત્રીજી વખત બહુમતી મેળવી છે. એનડીએ ગઠબંધનને ૨૯૨ બેઠકો મળી છે. જો કે, ભાજપ એકલા બહુમતીના આંક (૨૭૨)ને સ્પર્શી શક્યું ન હતું અને માત્ર ૨૪૦ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. વિપક્ષી ભારતીય બ્લોકને ૨૩૪ બેઠકો મળી છે. જો કે આ વખતે ભાજપના નેતૃત્વમાં બનેલી સરકારમાં તેના બે સહયોગી પક્ષો ટીડીપી અને જેડીયુની ભૂમિકા સૌથી મહત્વની રહેવાની છે. એનડીએમાં બીજા અને ત્રીજા સૌથી મોટા પક્ષો અનુક્રમે ટીડીપી અને જેડીયુ છે. ટીડીપી પાસે ૧૬ અને જેડીયુ પાસે ૧૨ સાંસદ છે.

નરેન્દ્ર મોદી એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે. રાજનાથ સિંહે શુક્રવારે જૂના સંસદ ભવનમાં એનડી સંસદીય દળની બેઠકમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ દરમિયાન આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ દરમિયાન ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ મંચ પર હાજર હતા. આ દરમિયાન બીજેપી સાંસદ રાજનાથ સિંહે કહ્યું, ’હું તમામ નવા ચૂંટાયેલા સાંસદોને અભિનંદન આપવા માંગુ છું. આજે અમે અહીં એનડીએના નેતાની પસંદગી કરવા આવ્યા છીએ. હું માનું છું કે આ તમામ પદો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સૌથી યોગ્ય છે.

અમિત શાહે જણાવ્યું હતું કે એનડીએની બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિહે લોક્સભાનાં નેતા, બીજેપી અને એનડીએ સંસદીય દલનાં નેતાનાં રૂપમાં નરેન્દ્ર મોદીનાં નામનો પ્રસ્વાત રજૂ કર્યો હતો. જેનું હું દિલથી સમર્થન કરૂ છું. તેમણે આગળ કહ્યું કે આ પ્રસ્તાવ માત્ર અહીંયા બેઠેલા લોકોની ઈચ્છા નથી. આ દેશની ૧૪૦ કરોડ લોકોનો પ્રસ્તાવ છે. આ દેશનો આવાજ છે. વડાપ્રધાન મોદી આગામી ૫ વર્ષ માટે દેશનું નેતૃત્વ કરશે.

એનડીએની સંસદીય દળની બેઠકમાં ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુંએ કહ્યું કે, તમામ લોકો તમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. કેમ કે અમે શાનદાર બહુમતી હાંસલ કરી છે. મે ચૂંટણી પ્રચાર દરમ્યાન દેખ્યું કે ૩ મહીના સુધી વડાપ્રધાને આરામ નથી કર્યો. તેમણે દિવસ રાત પ્રચાર કર્યો છે. આંધ્ર પ્રદેશમાં અમે ૩ જાહેર સભાઓ અને ૧ મોટી રેલી કરી. જેથી આંધ્રપ્રદેશમાં ચૂંટણી જીતવામાં મોટો તફાવત સર્જાયો. પીએમ મોદીએ દેશ માટે કામ કરવું જોઈએ. અમારો તેમને સંપૂર્ણ સમર્થન છે.

જેડીયુ વતી નીતિશ કુમારે ભારતના વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું, તેઓ ૧૦ વર્ષથી વડાપ્રધાન છે. ફરી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છીએ. આ સમગ્ર દેશની સેવા છે અને મને પૂરો વિશ્વાસ છે કે જે પણ બચશે તે અમે આગામી સમયમાં પૂર્ણ કરીશું. તેમજ અમે તેઓની સાથે છીએ.બેઠકના મંચ પર અનુપ્રિયા પટેલ,જીતન રામ માંઝી,ચિરાગ પાસવાન,એકનાથ શિંદે,અજિત પવાર,નીતિશ કુમાર,ચંદ્રબાબુ નાયડુ,એચડી કુમારસ્વામી,પવન કલ્યાણ,અમિત શાહ,જેપી નડ્ડા,રાજનાથ સિંહ બેઠા હતાં શિવસેનાના અધ્યક્ષ , એનડીએના નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે એ પણ નરેન્દ્ર મોદીના નામ પર સમર્થન આપ્યું. મોદીજીએ દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. ખોટી અફવા ફેલાવવાવાળાનો ક્યાંય વારો આવવાનો નથી. શિવસેના પાર્ટીની તરફથી હું મોદીના નામ પર પ્રસ્તાવ મુકું છું. ૧૦ વર્ષ મોદીજીએ જે કામ કર્યું છે દેશ અને દુનિયા એની ગવાહ છે. વિપક્ષના લોકો ખોટી રાજનીતિ કરે છે. રાજનીતિ કરનારાઓને મોદીજીએ ઘરે બેસાડી દીધાં છે. ભાજપ અને એનડીએ સાથેનું અમારું ગઠબંધન કયારેય તૂટશે નહીં.

લોકજન શક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને જણાવ્યુંકે, હું મારા પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યું છે. તમારા લીધે એનડીએને પ્રચંડ બહુમત અપાવ્યો છે. આ કોઈ સામાન્ય વાત નથી કે સતત ત્રીજીવાર પીએમ મોદીના નામે પર એનડીએની સત્તા મળી રહી છે. તમારા લીધે દુનિયાના ખૂણે ખૂણે ભારતને આગળ વધી રહ્યું છે. હું પીએમ મોદીના પ્રસ્તાવને સ્વીકારું છું, સમર્થન આપું છું. કરોડો દેશવાસીઓને અંધકારથી અજવાસ તરફ લઈ જવાની એક માત્ર ઉમિદ માત્ર તમે જ છો મોદી સર.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીના નેતા અજીતપવારે પણ પીએમ મોદીના નામને સમર્થન કર્યું. જીતનરામ માંજીએ રહ્યું હું મારી છેલ્લી ઘડી સુધી મોદીજીની સાથે રહીશ. જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણે પણ મોદીજીના નામને સમર્થન આપ્યું. પવન કલ્યાણે કહ્યું મોદીજી તમે દેશ સેવાથી ભારતને પ્રોત્સાહિત કર્યું છે. તમે દેશને આગળ લઈ જશો એવો પુરો વિશ્વાસ છે. સંસદીય દળની મળેલી બેઠકમાં ત્રીજી વખત નામ સર્વાનુંમતે નક્કી કરવામાં આવ્યા બાદ વડાપ્રધાને તેઓનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે, હું સૌ પ્રથમ તો આ સભાગૃહમાં ઉપસ્થિત એનડીએ ઘટક દળનાં તમામ નેતાઓ તેમજ નવા ચૂંટાયેલા સાંસદોનો હદય પૂર્વક આભાર વ્યક્ત કરૂ છું. જે મિત્રો વિજયી થઈને આવ્યા છે તે તમામ લોકો શુભેચ્છાઓને પાત્ર છે. તેમજ જે કાર્યકરોએ દિવસ રાત દેખ્યા વગર ભયંકર ગરમીમાં જે પુરૂષાર્થ કર્યો છે મહેનત કરી છે તેઓને માથું નમાવીને નમન કરુ છું. મિત્રો મારૂ સૌભાગ્ય છે કે એનડીએનાં નેતાનાં રૂપમાં મને ચૂંટી મને એક નવું નેતૃત્વ આપ્યું છે. વ્યક્તિગત જીવનમાં હું એક જવાબદારીનો અહેસાસ કરુ છું. જ્યારે હું ૨૦૧૯ માં નેતાનાં રૂપમાં ચૂંટાયો હતો. ત્યારે ફરી એક વખત તમે લોકો મને ફરી એક વખત આ નેતૃત્વ આપો છે. જેનાથી એક વાત સાબિત થાય છે કે આપણી વચ્ચે એક અતૂટ સબંધ છે. એટલે આ જ પળ છે તે મને ભાવુક કરનાર છે. તેમજ તમારો લોકોનો આભાર માનું એટલો ઓછો છે.

ખૂબ ઓછા લોકો આ વાતોની ચર્ચા કરે છે. કદાચ તેમને ખબર નહી હોય. આજે એનડીએને લોકોએ ૨૨ રાજ્યોમાં ભવ્ય વિજય અપાવી સેવા કરવાની તક આપી છે. અમારૂ આ ગઠબંધન સાચા અર્થમાં ભારતનો જે આત્મા છે. ભારતની જડોમાં જે રહેલો છે. તેનું આ એક પ્રતિબિંબ છે. અને હું આ એટલા માટે કહું છુ કે જરા નજર કરો જ્યાં અમારા આદિવાસી બંધુઓની સંખ્યા વધુ છે. એવા ૧૦ રાજ્યોમાંથી ૭ રાજ્યોમાં એનડીએ સેવા કરી રહી છે.